કેટલીક સ્ત્રીઓને ખાસ કરીને મા બનવાની ઉંમરમાં જનનાંગને લગતી એક તકલીફ કેટલીક વાર થતી હોય છે. આ તકલીફનું નામ છે બી.વી. તેને ‘બીવી’ એટલે કે પત્ની સાથે જોડીને જોવાની જરૂર નથી. આ તો રમૂજની વાત થઈ પરંતુ બી.વી.નું પૂરું નામ છે બૅક્ટેરિયલ વેજાઇનોસિસ.
આમ તો આ તકલીફ બહુ ગંભીર નથી પરંતુ તેની સારવાર તો જરૂરી છે જ કારણકે બી.વી.થી સ્ત્રીઓને જાતીય રીતે પ્રસરતા ચેપો લાગવાની કે મૂત્ર સંબંધિત ચેપોલાગવાની શક્યતા વધી જાય છે. જો સ્ત્રી ગર્ભવતી હોય તો તેને બાળક જલદી થવાનું જોખમ વધી જાય છે.
આ તકલીફ માટે હવે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.અમેરિકાના ડૉક્ટરો સ્ત્રીઓને વેજાઇનલફ્લ્યુડ ટ્રાન્સ્પ્લાન્ટ આપવાનું શરૂ કરી રહ્યાં છે અને આ માટે સંભવિત દાતાઓની તપાસ કરવા માટે કાર્યક્રમ નક્કી પણ કરી દીધો છે. તેઓ માને છે કે કેટલીક સ્ત્રીઓને બી.વી. નામના ચેપ સામે રક્ષણ માટે તંદુરસ્ત વેજાઇનલ જીવાણુઓની માત્રાથી લાભ મળી શકે છે.
જૉન્સહૉપકિન્સયુનિવર્સિટીની ટીમ કહે છે કે તે મળમૂત્ર સંબંધી ટ્રાન્સ્પ્લાન્ટનીસફળતાથીપ્રેરાઈ છે. પ્રશ્ન એ છે કે એન્ટિબાયૉટિક્સથીબી.વી.ની સારવાર થઈ શકે છે તો પછી આ ટ્રાન્સ્પ્લાન્ટની કડાકૂટ શા માટે? તેનો જવાબ એ છે કે તે સારવાર પછી બી.વી. ફરીથી થઈ શકે છે. કેટલાક લોકો બી.વી.ને ગુપ્ત રોગ માને છે જે જાતીય સંબંધોથી થાય છે. પરંતુ હકીકતે તે એક ચેપ છે. તે સામાન્ય (એટલે કે ઘણા લોકોમાં જોવા મળતી) તકલીફ છે અને જે સ્ત્રીઓને તે થાય છે તેમને અસાધારણ સ્રાવ જોવા મળે છે જેની માછલી જેવી તીવ્ર ગંધ હોય છે.
એ પણ સમજી લઈએ કે દાતા વેજાઇનલ પ્રવાહીથી કઈ રીતે ફાયદો થઈ શકે છે. આ સમજતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે બી.વી. થાય છે ક્યારે? તો તેનો જવાબ એ છે કે બી.વી. જ્યારે જનનાંગમાં બૅક્ટેરિયાના કુદરતી સંતુલનમાં ફેરફાર થાય છે ત્યારે થઈ શકે છે. આંતરડાની જેમ જનનાંગ પણ અનેક અલગઅલગ સૂક્ષ્મ જીવાણુઓનું નિવાસસ્થાન છે. આમ તો આ સુંદર સંતુલિત જૈવ પ્રણાલિ (ઇકૉસિસ્ટમ) હોય છે પરંતુ ઘણીવાર આપણાં આહાર, દિનચર્યા, જીવનશૈલી અને કેટલાક પ્રકારની દવાઓથી તેમાં ગરબડ ઊભી થાય છે. નિષ્ણાતો માને છે કે જનનાંગમાં રહેલ તંદુરસ્ત સૂક્ષ્મ જીવાણુઓને એસિડિક પર્યાવરણ પસંદ છે પરંતુ જ્યારે પીએચ (એક દ્રાવણમાંહાઇડ્રૉજનઆયન કેટલા છે તેનું માપ. બીજી રીતે કહીએ તો એક દ્રાવણમાં કેટલી એસિડિટી છે કે આલ્કાઇનિટી છે તેનું માપ છે.) ખૂબ જ આલ્કલાઇન બની જાય છે (એટલે કે એસિડિટી ઓછી થઈ જાય છે)
જનનાંગમાં વધુ પીએચ હોય તો બી.વી. થવાની શક્યતા રહેલી છે. અને તેનાં કારણોમાં એક કારણ સેક્સ પણ છે કારણકે વીર્ય અને થૂંક/લાળ થોડું આલ્કલાઇન હોય છે. એટલે જ ધર્મશાસ્ત્રો હોય કે આયુર્વિજ્ઞાન, અતિ સેક્સની ના પાડે છે. આ ઉપરાંત સ્નાન કે જનનાંગ સ્વચ્છતા, માસિક ચક્ર હોય તે દરમિયાન મહિનાના ચોક્કસ સમયે અંતઃસ્ત્રાવમાં પરિવર્તનો વગેરે પણ કારણ છે.
અમેરિકાના સંશોધનકર્તાને ત્યાંના ફૂડ ઍન્ડ ડ્રગ્ઝ ઍડ્મિનિસ્ટ્રેશન તરફથી અનુમતિ મળી ગઈ છે. તેઓ સ્ત્રીઓને બી.વી. ટ્રાન્સ્પ્લાન્ટ આપવાની શરૂઆત માટે સલામત અને અનુકૂળ આવે તેવું દાન કઈ રીતે થાય તે શોધી રહ્યાં છે. તેમણે કેટલાક સ્વયંસેવકોની તપાસ કરી.
તેમણે જે ૨૦ મહિલાઓની તપાસ કરી તેના પરથી સંશોધકોના કહેવા પ્રમાણે, તેમને કેટલીક જાણકારી મળી છે કે આદર્શ દાતા કઈ રીતે બને છે. લેક્ટોબેસિલસક્રિસ્પેટસ નામના બૅક્ટેરિયમના વર્ચસ્વવાળા યોનિ પ્રવાહીના નમૂનાઓમાં વધુ સુરક્ષાત્મક લેક્ટિક એસિડ હોય છે અને ઓછી પીએચ હોય છે જે લાભદાયક છે તેમ તેમનું કહેવું છે.
સાવચેતીના ભાગરૂપે, દાતાઓને નમૂનો આપવાના ઓછામાં ઓછા ૩૦ દિવસ માટે સેક્સથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. તેમને એચઆઈવી સહિત બીજા કોઈ ચેપ નથી તે માટે તેમની તપાસ કરાશે. આ વિગતો તેમણે જર્નલ ફ્રન્ટિયર્સ ઇન સેલ્યુલર એન્ડ ઇન્ફૅક્શન માઇક્રૉબાયૉલૉજીમાં કરી છે.