GalleryTravel અમેરિકાના મિનેસોટામાં બરફની ગુફા… January 21, 2019 અમેરિકાના મિનેસોટા રાજ્યના એક્સલસિયરમાં આજકાલ મુલાકાતી, પર્યટકોમાં આઈસ કાસલ (બરફના કિલ્લા)ની મુલાકાત વખતે આઈસ કેવ (બરફની ગુફા) આકર્ષણનું કેન્દ્ર બની છે. બરફના કિલ્લામાં LED-રોશનીથી સુશોભિત શિલ્પકૃતિઓ, થીજી ગયેલા સિંહાસનો, બરફમાંથી કોતરીને બનાવેલાં બોગદાં, સ્લાઈડ્સ, ફૂવારા વગેરે જોવાનો આનંદ મળે છે. બરફનો આ કિલ્લો અને ગુફા પ્રોફેશનલ આઈસ આર્ટિસ્ટ્સ દ્વારા બનાવવામાં આવ્યા છે.