અદ્દભુત વ્યૂ… રિમ્બા જિમ્બારન, બાલી, ઈન્ડોનેશિયા…

0
4547
ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર આવેલા અયાના રિમ્બા જિમ્બારન રિસોર્ટની તસવીરો ઈન્ટરનેટ પર ફરી રહી છે. જિમ્બારન એ બાલી ટાપુ પર આવેલું એક ગામ છે. આ રિસોર્ટ પર અનેક મોજીલા સ્વિમિંગ પૂલ્સ છે, જે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. રિમ્બા જિમ્બારન બાલી રિસોર્ટમાં 8 હેક્ટરનું ગાર્ડન છે. આ લક્ઝરી રિસોર્ટમાંથી જિમ્બારન અખાતનાં દર્શન થાય છે. આ સ્થળ બાલી એરપોર્ટથી 10 કિ.મી. દૂર આવેલું છે. આ રિસોર્ટથી દોઢથી પાંચ કિલોમીટરના અંતરે અનેક બીચ આવેલાં છે જેમ કે બાલાંગન બીચ, ન્યૂ કૂટા બીચ, જિમ્બારન બીચ.