GallerySports રોમેનિયાની સિમોના હાલેપ બની નવી વિમ્બલ્ડન ચેમ્પિયન… July 14, 2019 રોમેનિયાની સાતમી સીડેડ સિમોના હાલેપે 13 જુલાઈ, શનિવારે લંડનમાં વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલાઓની સિંગલ્સની ફાઈનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને 6-2, 6-2થી, એમ સીધા સેટ્સની રમતમાં હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. 37 વર્ષની સેરેનાને હરાવવા માટે 27 વર્ષની હાલેપને માત્ર 56 મિનિનોટ જ સમય લાગ્યો હતો. હાલેપનું આ બીજું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ છે. 2018માં એ ફ્રેન્ચ ઓપન વિજેતા બની હતી. સેરેના વિલિયમ્સ તેનું 9મું વિમ્બલ્ડન વિજેતાપદ જીતવામાં નિષ્ફળ રહી. એ 23-વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બની ચૂકી છે. હાલેપ અને સેરેના વચ્ચે આ 11મી મેચ રમાઈ હતી. એમાંથી હાલેપનો આ માત્ર બીજો જ વિજય છે. આ પહેલાં તે છેક 2014માં તેની સામે જીતી હતી. ગઈ કાલની મેચમાં હાલેપની મૂવિંગ સ્પીડનો સેરેના મુકાબલો કરી શકી નહોતી. એણે 26 અનફોર્સ્ડ એરર્સ કરી હતી. એની સામે હાલેપે માત્ર 3 અનફોર્સ્ડ એરર કરી હતી. સેરેના 11 જુલાઈએ સેમી ફાઈનલમાં ચેક પ્રજાસત્તાકની 33 વર્ષીય બાર્બોરા સ્ટ્રાયકોવા સામે 6-1, 6-2થી જીતી હતી. જ્યારે અન્ય સેમી ફાઈનલમાં હાલેપે યુક્રેનની ઈલીના સ્વિતોલીનાને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો. 33 વર્ષીય બાર્બોરા સ્ટ્રાયકોવા37 વર્ષીય સેરેના વિલિયમ્સ બાર્બોરા સ્ટ્રાયકોવાબાર્બોરા સ્ટ્રાયકોવાસિમોનાા હાલેપ