પાંચમા વિશ્વ યોગ દિવસની પૂર્વસંધ્યાએ…

દર વર્ષની 21 જૂને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વખતના, પાંચમા ‘વિશ્વ યોગ દિવસ’ની તૈયારીરૂપે 20 જૂન, ગુરુવારે દેશમાં અનેક સ્થળે યોગ શિબિરોનું આયોજન કરાયું હતું. વિશ્વના સૌથી ટૂંકા કદનાં મહિલા જ્યોતિ આમ્ગે (25) નાગપુરમાં યોગનિષ્ણાત ધનશ્રી લેકુરવાલેનાં માર્ગદર્શન હેઠળ યોગવિદ્યા શીખતાં જોવા મળ્યાં હતાં.

 

વિશ્વના સૌથી ટૂંકા કદનાં મહિલા જ્યોતિ આમગે. એમનું કદ બે ફૂટ, 0.6 ઈંચ છે. એમનું વજન 5.5 કિ.ગ્રા. છે.

બંગાળના અખાતમાં ભારતીય નૌકાદળના જહાજ INS રણવીરના તૂતક પર જવાનો યોગ કરી રહ્યાં છે.

સુરતમાં સ્વામીનારાયણ ગુરુકૂળ ખાતે વિદ્યાર્થીઓ યોગ કરી રહ્યાં છે.

હૈદરાબાદમાં એક શાળામાં વિદ્યાર્થીઓ યોગ પ્રેક્ટિસ કરતા જોઈ શકાય છે.