આજે, 21 જૂન, શુક્રવારે ભારત સહિત દુનિયાભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ઉજવાઈ રહ્યો છે. ભારતની સરહદોનું રક્ષણ કરતા વીર જવાનોએ પણ આજે આ દિવસની ઉજવણી કરી છે. પાકિસ્તાન સાથેની સરહદ પર નિયંત્રણ રેખા ખાતે ભારતીય સૈનિકોએ યોગાસન કર્યા. હિમાલય પર્વતમાળામાં યોગ કરતા સૈનિકોની તસવીરો. જમ્મુ-કશ્મીર રાજ્યના લદાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર અને માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં સૈનિકોએ યોગાસન કર્યા. ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ના ટૂકડીના જવાનોએ લુધિયાણામાં યોગાસન કર્યા.