વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો ત્રિદિવસીય ઇવેન્ટનો આજથી પ્રારંભ થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ સમિટમાં 125 દેશોના પ્રતિનિધિઓ તેમ જ વેપારવિશ્વના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લીડર્સની આગમન સાથે સમગ્ર મહાત્મા મંદિર પરિસર વાયબ્રન્ટ બની ગયું હતું.
વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં 15 પાર્ટનર દેશો સહિત 26 હજાર કંપનીઓએ લીધો ભાગ હતો.
ગ્લોબલ સમિટમાં વિદેશથી પધારેલા તમામ મહાનુભાવો સાથે વડાપ્રધાન મોદીએ હાથ મિલાવી તેમનું સ્વાગત કર્યું હતું.