GalleryEvents કેટરીના કૈફે લોન્ચ કરી પોતાની બ્યુટી બ્રાન્ડ ‘કે-બ્યુટી’… October 22, 2019 બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફે ભારતની અગ્રગણ્ય બ્યુટી રીટેલર 'નાઈકા' સાથે મળીને તેની પોતાની બ્યુટી બ્રાન્ડ અથવા મેકઅપ બ્રાન્ડ લોન્ચ કરી છે 'કે-બ્યુટી' (Kay Beauty) ગ્રાહકોને અલ્ટ્રા-ગ્લેમરસ મેકઅપ પ્રોડક્ટ્સ પૂરા પાડવાના તેમજ ત્વચાની દેખભાળ લે એવા ઉદ્દેશ્ય સાથે આ બ્રાન્ડને લોન્ચ કરવામાં આવી છે. આ બ્રાન્ડમાં ત્રણ લિપ રેન્જીસ છે, ત્રણ કાજલ પેન્સિલ્સ અને ભમ્મર માટેની પ્રોડક્ટ્સ છે. આ પ્રોડક્ટ્સ એક્સક્લુઝિવલી નાયકા ડોટ કોમ પર ઉપલબ્ધ થશે. કે-બ્યુટી લાઈનમાં હોઠ અને આંખોની કેટેગરીમાં 64 જેટલું પ્રોડક્ટ્સ કલેક્શન છે. 22 ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ આ બ્યુટી લાઈન લોન્ચ પ્રસંગે કેટરીના ઉપરાંત નાયકાનાં સ્થાપક ફાલ્ગુની નાયર તથા સંચાલક કુશા કપિલા ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ માનસ સોમપુરા)ARTFIRST PHOTO DESIGNSARTFIRST PHOTO DESIGNSARTFIRST PHOTO DESIGNSARTFIRST PHOTO DESIGNS