મુંબઈમાં ‘ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ’; કળાકારીગરીનો કુંભમેળો…

મુંબઈમાં વરલી વિસ્તારસ્થિત નેહરુ સેન્ટર ખાતે 9 જાન્યુઆરી, ગુરુવારથી ચાર-દિવસીય 'ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ'નો આરંભ થયો છે.


આ કલામહોત્સવમાં 45 ગેલરીઓ (સ્ટોલ્સ)નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ભારતભરતમાંથી 500 જેટલા કલાકારોની 5000થી વધારે કલાત્મક શિલ્પકૃતિઓ તથા ચિત્રોને પ્રદર્શન તેમજ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે.


આ પ્રદર્શનમાં દાદર (પૂર્વ) સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિર સંસ્થાના અમૃતવદનસ્વામીએ પણ એક બુથ રાખ્યો છે જેમાં એમણે પોતે દોરેલા ચિત્રોને પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે.


આ કલામહોત્સવનું ઉદઘાટન જાણીતા અભિનેતા દિલીપ જોશીએ કર્યું હતું.


આ પ્રદર્શન 12 જાન્યુઆરી સુધી ચાલશે. સમય છે સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી.


અમૃતવદનસ્વામીએ કહ્યું કે આ કલામહોત્સવમાં સામાન્ય કળાશોખીનોને પરવડી શકે એવી કિંમતના ચિત્રો અને શિલ્પકૃતિઓ પણ ઉપલબ્ધ છે. 'ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ' કળા-કારીગરીનો કુંભમેળો ગણાય છે. આ પ્રદર્શન 10 વર્ષથી યોજાતો આવ્યો છે.




'ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ'ની મુલાકાત જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીએ પણ લીધી હતી.


અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની સાથે દિલીપ જોશી




(તસવીરોઃ દીપક ધુરી)