GalleryEvents કાબેલ નેતા, કુશળ પ્રધાન અરૂણ જેટલી (66)નું નિધન… August 25, 2019 ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (NDA)ના સંકટમોચક કહેવાયેલા અરૂણ જેટલીનું લાંબા સમયની બીમારી બાદ 24 ઓગસ્ટ, શનિવારે નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં બપોરે 12.07 વાગ્યે અંતિમ નિધન થયું હતું. એ 66 વર્ષના હતા. એમના પરિવારમાં એમના પત્ની સંગીતા, પુત્રી સોનાલી અને પુત્ર રોહન છે. અરૂણ જેટલીને ગઈ 9 ઓગસ્ટે શ્વાસ લેવામાં તકલીફ પડતાં એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ એમની તબિયત વધુ ને વધુ બગડી હતી. એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.ફાઈલ તસવીરઃ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી સાથેફાઈલ ફોટોઃ 2017ની 30 જૂને તે વખતના નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જ્યારે નવી દિલ્હીમાં એક સંમેલનમાં 'જીએસટી બેલ' વગાડ્યો હતો.ફાઈલ તસવીરઃ જમ્મુ-પંજાબ સરહદ પર ભાજપની રાષ્ટ્રીય એકતા યાત્રા વખતે ભાજપના નેતાઓ સુષમા સ્વરાજ, અનંત કુમાર, અનુરાગ ઠાકુર સાથે અરૂણ જેટલીફાઈલ ફોટોઃ બ્રિટનના તે વખતના વિદેશ પ્રધાન બોરીસ જોન્સનને નવી દિલ્હીમાં આવકારતા તે વખતના નાણાં પ્રધાન અરૂણ જેટલીગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે સાથે અરૂણ જેટલીફાઈલ ફોટોઃ અરૂણ જેટલી 1974માં નવી દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે...ફાઈલ ફોટોઃ અરૂણ જેટલી (જમણેથી ત્રીજા) 1974માં નવી દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે...વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામ સાથે