મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સાતમાં ધરતીરત્ન એવોર્ડ સમારંભમાં ૧૧ સેવાવ્રતિઓનું મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે, વ્યક્તિથી સમષ્ટિ, એકાંગી નહીં પણ સૌના સુખે સુખી, દુ:ખે દુ:ખીનો ભાવ તે ભારતીય સંસ્કૃતિમાં નિહિત થયેલ સેવાભાવ દર્શાવે છે.
તેમણે કહ્યું કે, આજે સમાજમાં સેવાભાવ ઘટતો જાય છે ત્યારે સમાજના દિવ્યાંગ-વિકલાંગજનો અને જરૂરિયાતમંદ લોકો માટે નિ:સ્વાર્થ ભાવે સેવા કરી આ એવોર્ડ વિજેતાઓએ સમાજ માટે એક આદર્શ પ્રસ્તુત કર્યો છે.
યોગ્ય કામ, યોગ્ય વ્યક્તિ દ્વારા, યોગ્ય વ્યવસ્થા દ્વારા થાય તો પૈસાના અભાવને કારણે કોઈ કાર્ય અટકતું નથી. સમાજમાંથી સેવા કરવાવાળો હાથ મળી જ જતો હોય છે.
મુખ્યપ્રધાને કહ્યું કે, બીજાનું દુ:ખ જોઈને જેના હ્રદયમાં કરુણા જન્મે છે તેમાંથી સેવાભાવ પ્રગટ થતો હોય છે. આવો સેવાભાવ એ જ સાચો સેવાભાવ છે.
ધરતીરત્ન એવોર્ડ મેળવનારસેવાવ્રતિઓ
૧. સુભાષ આપ્ટે – મંદબુદ્ધિના બાળકોની સેવા
૨. રસિકભાઈ રાવલ–સ્મશાન ઘાટ ઉભા કર્યા ૩. સુધીર મોદી – રોગી, દુ:ખીઓની સેવા ૪. આશાબેન પટેલ – જરૂરિયાતમંદ લોકોને કાનુની સેવા સલાહ ૫. નિલેષ પંચાલ – મંદબુદ્ધિના બાળકોની સેવા ૬. લાલજી પ્રજાપતિ – પ્રજ્ઞાચક્ષુઓ, દિવ્યાંગોની સેવા ૭. કેશવભાઈ ગોર – સ્વામિ વિવેકાનંદના વિચારોનો પ્રચાર-પ્રસાર ૮. દેવેન્દ્ર લક્ષ્મીશંકર ત્રિવેદી – ફૂટપાથ પરના દુ:ખીઓની સેવા ૯. ભદ્રાબેન સવાઈ – દુ:ષ્કાળ, આફતમાં સેવા ૧૦. રમિલાબેન ગાંધી – ગરીબ બાળકો માટે નિ:શુલ્કછાત્રાલય ૧૧. પ્રિયવદન શાહ – ચક્ષુદાન, દેહદાન માટે લોકોને સમજાવવા-પ્રેરણા આપવી |