ભગવાન શ્રીકૃષ્ણની નગરી એટલે દ્વારકા નગરી. ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન દ્વારકાધીશનું જગતમંદિર હાલ જન્માષ્ટમીના તહેવારને લઈને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
લગભગ આખા વર્ષ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ રહે છે પરંતુ તેમે અહીં જન્માષ્ટમીની ઉજવણી કંઈક વિશેષ જ હોય છે. એક વખત અહીં જન્માષ્ટમીની ઉજવણી કરનાર લોકોમાટે આ ક્ષણ જીવનભર યાદગાર બની જાય છે.
ભગવાન કૃષ્ણના નિત્યકર્મ પછી દ્વારકાધીશ મંદિરમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી થાય છે.
અબોટી બ્રાહ્મણ વિધિ કરે છે અને સવારે મંગળા આરતી સાથે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી શરુ થાય છે. આ દિવસે તમે જ્યાં નજર નાંખશો ત્યાં તેમને રોશની જ જોવા મળશે.