અમદાવાદઃ શહેરના પૂર્વના નારોલમાં આવેલ ઔદ્યોગિક વિસ્તારની કાપડની મિલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જે વહેલી સવારે પણ કાબૂમાં આવી નહતી. આગના કારણે મિલની દિવાલો પણ ધરાશાયી થઇ છે.
કાપડની મિલ હોવાથી આગે વિકારળ સ્વરૂપ ધારણ કર્યું હતું,
અને આગને કાબૂમાં લેવાની કામગીરી મોડે સુધી ચાલી હતી.
ઘટનામાં હાલ કોઇ જાનહાનિના અહેવાલ નથી.
આગ ઓલવવા માટે 20થી વધુ ફાયર ફાઇટરોને ઘટના સ્થળે તહેનાત કરી દેવાયા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)