અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય અનામત પોલીસ દળ – સી.આર.પી.એફ.ની સાબરમતી આશ્રમથી નવી દિલ્હી ઇન્ડીયા ગેટ સુધીની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યપ્રધાને દેશમાં આતંકવાદ – ઉગ્રવાદ સામે લડતા CRPF જવાનોને સમાજની શાંતિ-સલામતિ-સુરક્ષાના પ્રહરી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હવે CRPFના સાયકલવીરો સ્વચ્છતા, જળસંચય, સામાજિક સદભાવના પ્રતીક પણ બન્યાં છે.
મુખ્યપ્રધાને સી.આર.પી.એફ.ના ૮૧માં સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાયેલી સાયકલ રેલીને ઉમંગસભર માહોલમાં ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.
CRPFના પ મહિલા કર્મીઓ સહિત ર૦ સાયકલવીરો સાબરમતી આશ્રમથી ઇન્ડીયા ગેટ ન્યૂ દિલ્હી સુધીની ૯૮ર કિ.મી.ની સફર પૂર્ણ કરી આગામી તા. ર૭ જુલાઇ CRPFના ૮૧માં સ્થાપના દિવસે દિલ્હી પહોચવાના છે.