GalleryEvents દીપિકા કક્કડ અજમેર શરીફની મુલાકાતે… January 29, 2019 ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 12’ની વિજેતા બનેલી અભિનેત્રી દીપિકા કક્કડે 28 જાન્યુઆરી, સોમવારે રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલી સુપ્રસિદ્ધ અજમેર શરીફ દરગાહ (ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ)ની મુલાકાત લીધી હતી. એની સાથે એનો પતિ શોએબ ઈબ્રાહિમ અને નણંદ સબા પણ હતાં. દીપિકાએ માનતા માની હતી કે જો એ ‘બિગ બોસ 12’ શોની વિજેતા બનશે તો અજમેર શરીફ દરગાહની મુલાકાતે જશે. આખરે એણે એની માનતા પૂરી કરી લીધી છે. ‘ઝલક દિખલા જા-8’ની સ્પર્ધક અને ‘સસુરાલ સિમર કા’ ટીવી સિરિયલમાં ‘સિમર ભારદ્વાજ’નો રોલ કરીને જાણીતી થયેલી દીપિકાએ શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યાં બાદ ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે અને પોતાનું રિયલ નામ બદલીને ફૈઝા ઈબ્રાહિમ કર્યું છે. દીપિકા અભિનેત્રી બની એ પહેલાં જેટ એરવેઝમાં એરહોસ્ટેસ હતી. ત્યારે એણે રોનક સેમસન નામના એક પાઈલટ સાથે લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષ બાદ એમનું લગ્નજીવન પડી ભાંગ્યું હતું અને એણે ભોપાલમાં શોએબ સાથે લગ્ન કર્યાં હતાં.