અમદાવાદનો અનોખો ‘ફ્લાવર શો-2023’

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો-2023 સંપૂર્ણપણે ખીલી ઉઠ્યો છે. નવા વર્ષમાં જ શરૂ કરાયેલો આ ફ્લાવર શો આવતી બારમી જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

G20, રમતગમત, યોગા, વસુધૈવ કુટુંબકમ્, અશોક સ્તંભ જેવા વિવિધ થીમ આ વખતના ફ્લાવર શોનાં આકર્ષણો બન્યા છે. આ સાથે જીરાફ, સિંહ, સાબર, હાથી જેવા અનેક પ્રાણીઓ, પવનપુત્ર હનુમાનજી સહિત અનેક કૃતિઓને ફૂલોથી શણગારવામાં આવ્યા છે.

સાંજ પડતાં આખોય ફ્લાવર શો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ફ્લાવર શોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પહેલા દિવસથી જ ફ્લાવર શો જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે માનવમહેરામણ ઉમટે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]