અમદાવાદઃ તમામ વિધિ બાદ મંદિરમાં જ રથયાત્રા નીકળી…

અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં 23 જૂન, મંગળવારે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાની મંદિરના પરિસરમાં જ પરિક્રમા કરાવવામાં આવી હતી. ભગવાનના રથને મંદિર બહાર લઈ જવા દેવામાં આવ્યા નહોતા. કોરોના મહામારીના કારણે રથયાત્રાને શહેરમાં લઈ જવા પર ગુજરાત હાઈકોર્ટે મનાઈ ફરમાવી છે.

રથને પ્રસ્થાન કરાવતા પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ સંપન્ન કરી હતી.રથયાત્રાના 142 વર્ષના ઈતિહાસમાં આ પહેલી જ વાર બન્યું છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરની બહાર નીકળી શકી નથી.રથયાત્રા ન નીકળતા અનેક હરિભક્તો નારાજ થયા હતા. મહત્વનું છે કે, દર વર્ષે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, અને ભાઈ બલરામજી રથ પર સવાર થઈને અમદાવાદના નગરજનોને પોતાના દર્શન આપવા નીકળે છે. રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે, પરંતુ આ વખતે હાઈકોર્ટની મનાઈને કારણે ભગવાન નગરચર્યા પર નીકળ્યા નથી.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]