DPSમાં “અગ્નિશામક સાધનોના સંચાલન” અંગે વર્કશોપ

અમદાવાદ દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલમાં “અગ્નિશામક સાધનોનું સંચાલન” અંગે વિદ્યાર્થીઓ માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલ એ એક મોટી અને વ્યસ્ત જગ્યા છે, કે જ્યાં અગ્નિ સુરક્ષા શિક્ષકો અને વિદ્યાર્થીઓના જીવની સલામતિ માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

 

આ પ્રકારનો કાર્યક્રમ યોજવાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને અગ્નિશમનની ટેકનિક અંગે માહિતી આપવાનો અને તાકીદની સ્થિતિમાં વિદ્યાર્થીઓએ કેવી રીતે પ્રતિભાવ આપવો તે શીખવવાનો હતો.

અગ્નિશમનના નિષ્ણાંત શિરીષ ભાવસારે આગ બુઝાવવાના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેના સરળ માર્ગો શિખવ્યા હતા અને આવો ઉપયોગ કરતી વખતે શું કરવું અને શું નહીં કરવું તે જણાવ્યું હતું.

સામાન્ય રીતે સ્કૂલોમાં અગ્નિશમનના ડ્રાય કેમિકલનો ઉપયોગ થતો હોય તેવા મલ્ટીપર્પઝ સાધનો વપરાય છે. અગ્નિશમનના આ સાધનો નાની આગ લાગે ત્યારે ઉપયોગમાં લેવાય છે.

આ સાધનો પર્યાવરણને પણ અજબ પ્રકારનો લાભ કરી આપે છે.