ગોએર દ્વારા નવી ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની જાહેરાત…

લોકોને સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવતી ગોએર દ્વારા તેની વિમાસેવાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. એ માટે 18 જુલાઈ, ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જાણકારી આપવામાં આવી હતી. ગોએરે અખાત વિસ્તારમાં પોતાની પાંચ નવી ઈન્ટરનેશનલ વિમાનસેવા શરૂ કરી છે, બેંગકોક માટે બે નવી ફ્લાઈટ શરૂ કરી છે, તદુપરાંત, 8 નવી સ્થાનિક સેવાઓ પણ શરૂ કરી છે. પાંચ આંતરરાષ્ટ્રીય સેવાઓ છેઃ દિલ્હી-અબુધાબી, મુંબઈ-અબુધાબી, મુંબઈ-મસ્કત, દિલ્હી-બેંગકોક, કાન્નુર-દુબઈ, મુંબઈ-બેંગકોક અને કાન્નુર-કુવૈત. નવી આઠ સ્થાનિક ફ્લાઈટ્સ આ શહેરોમાંથી શરૂ કરાઈ છેઃ કોચીન, ચેન્નાઈ, જયપુર, બેંગલુરુ, ચંડીગઢ અને પટના.

નવી દિલ્હીમાં ગોએર વિમાનનાં કટઆઉટ સાથે પોઝ આપતાં કેબિન ક્રૂ મેમ્બર્સ.51 વિમાનોનો કાફલો ધરાવતી ગોએરે સતત 9મા મહિને બેસ્ટ ઓન-ટાઈમ પરફોર્મન્સ (OTP) માટેનો એવોર્ડ જીત્યો છે. વિમાનની પ્રતિકૃતિ સાથે પોઝ આપતાં કેબિન ક્રૂ સભ્યો.