ઉર્વશી મુંબઈ એરપોર્ટ પર…

ફિલ્મ અને વેબસિરીઝ અભિનેત્રી અને મોડેલ ઉર્વશી રાઉતેલા 28 એપ્રિલ, બુધવારે મુંબઈ એરપોર્ટ પર ડિપાર્ચર વિભાગમાં જોવા મળી હતી. કોઈક ફ્લાઈટ પકડવા માટે એ રવાના થઈ હતી.

કોરોનાવાઈરસ રોગચાળા સામે જંગ લડવા માટે ઉર્વશી ઉત્તરાખંડના લોકોને મદદરૂપ થવા આગળ આવી છે અને પોતે રચેલી સંસ્થા ઉર્વશી રાઉતેલા ફાઉન્ડેશનને 27 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ દાનમાં આપ્યાં છે.