GalleryFashion & Entertainment લેક્મે ફેશન વીક-2019માં હાર્દિક પંડ્યાનું રેમ્પ વોક… August 22, 2019 મુંબઈમાં લેક્મે ફેશન વીક-2019નો 21 ઓગસ્ટ, બુધવારથી આરંભ થયો છે. પહેલા દિવસે વડોદરાનિવાસી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ રેમ્પ પર વોક કરીને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. એ ડિઝાઈનર અમિત અગ્રવાલની સાથે રેમ્પ પર હાજર થયો હતો. તે ઉપરાંત કેટરીના કૈફ, મૃણાલ ઠાકુર, ચિત્રાંગદા સિંહ, લિસા હેડન, સૈયામી ખેર, ફરહાન અખ્તર તથા એની મંગેતર શિબાની દાંડેકર સહિત અનેક બોલીવૂડ હસ્તીઓએ પણ વિવિધ ફેશન ડિઝાઈનરોનાં વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પવોક કર્યું હતું.