કિયારા અડવાનીઃ બર્થડે ગર્લ…

બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાનીએ ગઈ કાલે, 31 જુલાઈએ તેનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો. 1992માં મુંબઈમાં જન્મેલી કિયારાનું સાચું નામ આલિયા છે. આ ટેલેન્ટેડ અભિનેત્રીએ કેટલીક ફિલ્મોમાં અભિનય દ્વારા દર્શકો પર સારો એવો પ્રભાવ પાડ્યો છે. તેની તાજેતરમાં જ રિલીઝ થયેલી 3 ફિલ્મોમાં એનાં પરફોર્મન્સને દર્શકોએ ખૂબ વખાણ્યો છે – ‘જુગ જુગ જિયો’, ‘ભૂલભૂલૈયા 2’ અને ‘શેરશાહ’. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના જીવન પરથી બનેલી ફિલ્મ ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં એણે ધોનીની પત્ની સાક્ષીનો રોલ કર્યો હતો. સહ-કલાકાર સલમાન ખાનના કહેવાથી એણે પોતાનું ફિલ્મી નામ કિયારા રાખ્યું હતું, કારણ કે આલિયા ભટ્ટ એ વખતે ખ્યાતનામ અભિનેત્રી બની ચૂકી હતી. કિયારા તેનાં કિલર લુક માટે પણ જાણીતી છે. જુઓ એની અમુક મસ્ત તસવીરો, જે એણે તેનાં ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી છે…

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]