કૃતિ સેનને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં

બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનને શનિવાર, 26 ઓગસ્ટે તેનાં પિતા રાહુલ સેનન, માતા ગીતા સેનન અને નાની અભિનેત્રી બહેન નુપૂર સાથે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને ભગવાન ગણપતિજીનાં દર્શન કર્યાં હતાં અને પૂજા-અર્ચના કરી હતી.

બાદમાં, મંદિરની બહાર આવીને કૃતિએ પ્રશંસકો સાથે તસવીરો પણ પડાવી હતી અને એમને પ્રસાદ ખવડાવ્યો હતો.

નવી દિલ્હીમાં જન્મેલી કૃતિએ 2021માં આવેલી હિન્દી કોમેડી ફિલ્મ ‘મિમી’માં કરેલા અભિનય બદલ હાલમાં જ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. એની આગામી હિન્દી ફિલ્મ આવી રહી છે ‘ગણપથ પાર્ટ-1’