GalleryCulture કળાપ્રેમીઓને માટે અનેરો અવસરઃ કાલા ઘોડા ફેસ્ટિવલ, મુંબઈ… February 8, 2019 પરંપરાગત કળા અને હસ્તકારીગરીનાં પ્રેમીઓ માટે દર વર્ષે દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં 'કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ' યોજાય છે. આ વર્ષનો કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે અને એની મુલાકાત લેવા માટે રોજ ત્યાં સેંકડો લોકો આકર્ષિત થાય છે. આ ફેસ્ટિવલ રવિવાર સુધી ચાલશે. કાલા ઘોડા ફેસ્ટિવલનું આ 20મું વર્ષ છે. આ વખતે પણ અનેક સ્ટોલ્સમાં આર્ટ્સ અને ક્રાફ્ટ્સમાં નવીનતા, વિવિધતા જોવા મળી છે. મુંબઈ પોલીસ વિભાગે પણ પોતાનો એક સ્ટોલ રાખ્યો છે જેમાં મુંબઈના જૂના જમાનાને તાદ્રશ કરતી ફ્રેમ મઢાવેલી અનેક તસવીરો જોવા મળે છે. (તસવીરોઃ વિરલ મહેતા, પ્રશાંત ધુરે)કંકુથી રંગેલી મોટરકાર