અક્ષયકુમારે બદ્રીનાથ ધામમાં દર્શન કર્યા

બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે 28 મે, રવિવારે સવારે ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાસ્થળ બદ્રીનાથ ધામ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. મંદિરના સિંહ દ્વાર ખાતે એણે અન્ય દર્શનાર્થી-યાત્રાળુઓનું અભિવાદન સ્વીકાર્યું હતું. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી સાથેની મુલાકાત વખતે અક્ષયને ઉત્તરાખંડના નવ રત્નોમાંના એક, ‘માનસખંડ મંદિર માલા મિશન’ વિશે ચર્ચા દરમિયાન જાગેશ્વર ધામ સાથે સંકળાયેલા પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેનાથી પ્રભાવિત થઈને અક્ષયે રવિવારે પ્રાચીન જાગેશ્વર મંદિર જઈને ભગવાન શંકરનાં દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. (તસવીર સૌજન્યઃ @OfficeofDhami)