પ્રજાસત્તાક દિને ફરકાવવા માટે રાષ્ટ્રધ્વજ તૈયાર…

મુંબઈના બોરીવલી (વેસ્ટ) ઉપનગરમાં કોરા કેન્દ્ર સ્થિત ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવ્યા છે. 25 જાન્યુઆરી, સોમવારે કાર્યકરો ખાદીના કાપડમાંથી બનાવેલા તિરંગાનું નિરીક્ષણ કરી રહ્યા છે કે એ બધી રીતે બરાબર બનાવાયો છે કે નહીં. 26 જાન્યુઆરીએ દેશના 72મા પ્રજાસત્તાક દિવસે ફરકાવવા માટે આ કેન્દ્ર ખાતે આવા અનેક તિરંગા બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રધ્વજ એ દેશના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાનું પ્રતીક ગણાય છે. રાષ્ટ્રીય કે રાજકીય પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તો એ રેશમી હાથવણાટની ખાદીના કાપડનો જ બનાવેલો હોવો જોઈએ. ગમે તે વ્યક્તિને ખાદીનો તિરંગો બનાવવાની પરવાનગી હોતી નથી. કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ અને તેના કેન્દ્રો ખાતે જ આવા રાષ્ટ્રધ્વજ બનાવવાનો અને સપ્લાય કરવાનો અધિકાર છે. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]