GalleryCulture ૬૦ શ્રેષ્ઠીઓ ‘ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ’થી સમ્માનિત… May 1, 2019 ૧ મે, બુધવારે 'ગુજરાત સ્થાપના દિન' નિમિત્તે અમદાવાદમાં ૬૦ ગુજરાતી શ્રેષ્ઠીઓને 'ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ'થી નવાજવામાં આવ્યા હતા. ૧૯૬૦માં મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ગુજરાતની ભાષાકીય રાજ્ય તરીકે રચના થઈ હતી. ગુજરાતની સ્થાપનાને ૬૦ વર્ષ થઈ રહ્યા હોવાથી કલા, સાહિત્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પ્રદાન કરનાર ૬૦ ગુજરાતી શ્રેષ્ઠીઓનું 'ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ'થી સમ્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત, તેમજ દેશ-વિદેશના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)