વડા પ્રધાન મોદીએ કેદારનાથમાં સાધના કરી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ અને બદરીનાથ ધામની યાત્રા માટે 18 મે, શનિવારે કેદારનાથ પહોંચ્યા હતા. ત્યાં એમણે દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. બપોર પછી તેઓ કેદારનાથ મંદિરની નજીકમાં આવેલી એક ગુફામાં જઈ આખી રાત ધ્યાન ધર્યું હતું. 19 મે, રવિવારે સવારે તેઓ ગુફામાંથી બહાર આવ્યા હતા અને કેદારનાથ મંદિરમાં પત્રકારો તથા શ્રદ્ધાળુઓને મળ્યા હતા. કેદારનાથ મંદિરમાં દર્શન-પૂજા કરીને તેઓ બદરીનાથ ધામ જવા રવાના થયા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે મને કેદારનાથ ધામમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અહીંની ધરતી સાથે મારો વિશેષ સંબંધ રહ્યો છે. અહીંની ગુફામાં એકાંતમાં રહેવાનો મોકો મળ્યો છે. કેદારનાથમાં વિકાસનું કામ સરસ રીતે ચાલી રહ્યું છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]