બજેટ 2025માં પગારદાર વર્ગને નાણાપ્રધાન રાહત આપે એવી શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2025ને પહેલી ફેબ્રુઆરી, 2025એ રજૂ કરવામાં આવશે. આ વખતે સેલરી ક્લાસ લોકો સરકારથી ઇન્કમ ટેક્સમાં રાહત મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે. મોંઘવારીથી વધતી કોસ્ટ ઓફ લિવિંગને કારણે અપેક્ષા છે કે સરકાર ટેક્સપેયર્સ પર નાણાકીય બોજ ઓછો કરવામાં મદદ કરશે.

અર્થશાસ્ત્રીઓએ સરકારથી 2025ના બજેટમાં ઇન્કમ ટેક્સના દરોમાં કાપ કરવા અને સેવિંગ તથા ઇકોનોમિક ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સુધારા કરવાનું આહવાન કર્યું છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

PM મોદીની સાથે પ્રી-બજેટ બેઠકમાં નિષ્ણાતોએ આર્થિક પડકારોને પહોંચી વળવાના પ્રકારો પર વિચારવિમર્શ કર્યો હતો. આ બેઠકમાં એક મુખ્ય સૂચન ઇન્કમ ટેક્સના દરોને ઓછા કરવાનો હતો, કેમ કે ડિસ્પોઝેબલ ઇન્કમમાં વધારો થઈ શકે અને સેવિંગને પ્રોત્સાહન મળવાની સંભાવના છે. જેનાથી સુસ્ત કન્ઝમ્પ્શનથી પ્રભાવિત ક્ષેત્રોમાં માગમાં ફરીથી વધારો થવાની શક્યતા છે.ગયા બજેટમાં ઓલ્ડ ટેક્સ પદ્ધતિમાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો, પણ નવી ટેક્સ વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા માટે કેટલાંક સંશોધન કરવામાં આવ્યા હતા. બે ઇન્કમ ટેક્સને વધારવામાં આવ્યા હતા અને નવી IT પદ્ધતિ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનને રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરી દેવામાં આવ્યું હતું.

આ સાથે નાણાપ્રધાન રૂ. 15 લાખની આવકવાળાઓને ઇન્કમ ટેક્સ છૂટ આપવા પર વિચાર કરી રહી છે. જોકે એ હજી સ્પષ્ટ નથી કે કે આ રાહત કેટલી મળશે. સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરે એવી પણ શક્યતા છે.