દૂધ આરોગ્ય માટે આવશ્યક નથી જ નથી

દૂધ પીવાની વિરાસત આપણને કૃષ્ણ અથવા વેદોમાંથી નથી મળી. કોઈ પણ પવિત્ર ગ્રંથોમાં કોઈ પણ દૂધ નથી પીતું, પણ એ વિરાસત અંગ્રેજોથી મળી છે. રબિડ મિલ્ક ડ્રિન્કર્સ આ સંસ્કૃતિને ભારતમાં લાવ્યા. પહેલાં ડેરી ફાર્મ શરૂ કર્યાં અને એને વ્યાપક પ્રોત્સાહન આપ્યું. પછી આપણી સરકારોએ – જે આટલા લાંબા સમય સુધી પશ્ચિમમાં ગયેલા લોકોથી ભરેલી હતી, જેણે જાહેરાત આપી હતી અને એક ધાર્મિક અર્થ આપ્યો (એ પવિત્ર ગાય નથી પણ પવિત્ર દૂધ છે). એમાં કેલ્શિયમ અને પ્રોટિન જેવા ગુણો ભરી દીધા અને બાળકો માટે કમસે કમ દિવસમાં ત્રણ વખત ભોજન કરવું જરૂરી છે. જોકે દૂધ એક ખાદ્ય પદાર્થના રૂપે શરીર માટે આવશ્યક છે?

ડેરી પદાર્થો તમારા શરીરને પૃથ્વી-બંનેને નુકસાન

હવે વૈજ્ઞાનિકો તેમનો રબર સ્ટેમ્પ પાછો લઈ રહ્યા છે. ફેબ્રુઆરી, 2020માં વિશ્વનું પ્રીમિયર મેડિકલ મેગેઝિન ‘ધ ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં વૈજ્ઞાનિકો વોલ્ટર વિલ્લેટ- એમડી, ડો. પીએચ- હાર્વર્ડ ટી. એચ. ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ન્યુટ્રિશિયન એન્ડ એપિડેમાઇલોજીના પ્રોફેસર અને હાર્વર્ડના પીડિયાટ્રિક્સ અને ન્યુટ્રિશિયનના પ્રોફેસર અને ડેવિડ લુડવિગ- એમડી, પીએચડી-સહ લેખક કહે છે કે આહારની ભલામણોની પાછળ વિજ્ઞાનમાં ડેરી પદાર્થો તમારા શરીરને પૃથ્વી-બંનેને નુકસાન થવાની શક્યતા છે. વિલ્લેટ વિશ્વમાં ડેરી પર સૌથી પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે.

અમેરિકામાં દૂધ પીવામાં 40 ટકાનો ઘટાડો

તેમના જણાવ્યા અનુસાર લોકોના દૂધ પીવાનું મૂળ કારણે કેલ્શિયમ મળે છે એ છે, પણ એ ખામીયુક્ત પુરાવા છે. શું દૂધ પર્યાવરણ પર પ્રતિકૂળ અસરમાં મુખ્ય ઘટકને યોગ્ય ઠેરવે છે? વિલ્લેટ કહે છે કે ના.

તેમનો અભ્યાસ એક બહુ મહત્ત્વનો છે. એલિઝાબેથ જેકબ્સ, પીએચડી, એપિડેમાઓલોજી, બાયો સ્ટેટિક્સના પ્રોફેસર છે, અને ટક્સનમાં એરિઝોના કોલેજ ઓફ પબ્લિક હેલ્થ યુનિવર્સિટીમાં પોષણયુક્ત સમીક્ષામાં પોષણ વિજ્ઞાને ભલામણ કરી છે કે દૂધ એક અલગ રૂપમાં આવશ્યક આહારમાં ડાઉનગ્રેડ કર્યું હતું. તે કહે છે કે બહુ નીચલી શ્રેણીમાં રાખવામાં આવવું જોઈએ, કેમ કે કેટલાંક ખાદ્ય પદાર્થમાંથી પ્રોટીન મેળવી શકાય છે.

1975થી અમેરિકામાં દૂધ પીવામાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે, પણ એનું ઉત્પાદન અને વેચાણ નવ ટકા વધી ગયું છે. આવું એટલા માટે થયું છે, કેમ કે લોકોએ આ ઉત્પાદનોને બનાવવા માટે વધુ પનીર અને દહીં ખાઈ રહ્યા છે અને દૂધ વધુ માત્રામાં લે છે. ભારતમાં પણ આ પેટર્ન છે. બહુ ઓછાં બાળકોને દૂધ પીવડાવવામાં આવે છે, પરંતુ પનીર અને દહીં અને દૂધથી મીઠાઈઓ બને છે.

એક દિવસમાં 741 મિલીગ્રામ કેલ્શિયમ સંતુલન માટે પર્યાપ્ત

વિલ્લેટની આગેવાની ટીમના જણાવ્યાનુસાર એક મુખ્ય કેલ્શિયમ સ્રોતના રૂપમાં દૂધની ભલામણો કેટલાક લોકો પર કેટલાક લોકો પર કેટલાક નાના અભ્યાસોથી આવી હતી અને કેટલાંક હપતાઓ સુધી જારી રહી હતી.  સંશોધનકર્તાઓએ કેટલું કેલ્શિયમ તેમણે ખાવું અને પીવું જોઈએ અને તુલનાની એ વાત તેઓ કેટલી એક્સેપ્ટ કરી રહ્યા હતા. એ વિચાર કરવાનો હતો કે શરીરનું સંતુલન રાખવા માટે કેલ્શિયમની કેટલી જરૂરિયાત છે.

વયસ્કોમાં કેલ્શિયમનું સંતુલન ચોખ્ખું ઝીરો હોવું જોઈએ- શરીરને એટલી માત્રામાં ઉત્સર્જિત કરવું જોઈએ કે તે બહાર ફેંકી શકે. આ નાના અભ્યાસોના સંશોધનકર્તાઓએ નિષ્કર્ષ કાઢ્યો હતો કે અમેરિકનો માટે એક દિવસમાં 741 મિલીગ્રામ કેલ્શિયમ સંતુલન માટે પર્યાપ્ત છે.

પરંતુ એ દેશોમાં જ્યા ડેરી પદાર્થો સામાન્ય ભોજન નહોતું, દાખલા તરીકે પેરુ (અને અંગ્રેજોથી પહેલાં એશિયા અને આફ્રિકાના બધા) સંતુલન માટે આવશ્યક માત્રા બહુ ઓછી હતી- આશરે 200 મિલીગ્રામ. 1951 સુધી હાર્વર્ડ યુનિવર્સિટીના પોષણ નિષ્ણાત (ન્યુટ્રનિસ્ટ) માર્ક હેગસ્ટેડે એ માલૂમ કરવા એક અભ્યાસ કર્યો હતો કે શું શરીરને એટલી માત્રામાં કેલ્શિયમની આવશ્યકતા છે અથવા નહીં. તેઓ કેલ્શિયમ વંચિત વસતિની શોધમાં હતા અને પેરુની લિમાના સેન્ટ્રલ પેનિસેન્ટરીમાં એ તેમને મળી ગઈ. પેરુમાં કેદીઓને ભોજનમાં ચોખા (ભાત) અને બીન્સ આપવામાં આવતું હતું અને સપ્તાહમાં એક વાર દૂધ આપવામાં આવતું હતું.

હેગસ્ટેડે કેલ્શિયમના સેવનની નિગરાની કરી અને એની માત્રાની તુલનામાં તેમને જે ભોજન અપાતું હતું એમાંથી કેટલું કેલ્શિયમ  મળતું હતું, એની ગણતરી કરી.

સરેરાશ રીતે કેદીને એક દિવસમાં 126 મિલીગ્રામ કેલ્શિયમ લીધું હતું, પણ પરીક્ષણમાં તેના શરીરમાં કેલ્શિયમ સામાન્ય સ્તર પર જોવા મળ્યું હતું. વિલ્લેટનું કહેવું હતું કે શરીર એની જરૂરિયાતો પૂરી કરવા માટે જે કંઈ એ ભોજન કરી રહ્યું છે, એનાથી વધુ માત્રામાં શરીર બસ એ વસ્તુને એ શોષી લે છે, પછી ભલે એ ફ્રૂટ, લીલાં પાંદડાં અને શાકભાજી- જે એ ખાય છે.

વધુ દૂધ અને એની બનાવટો ખાતી વસતિ સૌથી નબળાં હાડકાંની

પરંતુ શરીરને શું થાય છે, જ્યારે એ પુષ્કળ માત્રામાં ડેરી કેલ્શિયમ એમાં નાખવામાં આવે છે. વિલ્લેટ  મોટી સંખ્યામાં વસતિ આધારિત અભ્યાસોની તરફ ઇશારા કરતા કહે છે- જેણે વર્ષોથી (સપ્તાહોથી નહીં) લોકો કેવી રીતે કેલ્શિયમ ખાય છે અને તેમના આરોગ્યનું શું થાય છે- એનો તેઓએ અભ્યાસ કર્યો છે, જેમાં આ બધા અભ્યાસો સૂચવે છે કે સૌથી વધુ દૂધ અને એની બનાવટો ખાતી વસતિમાં હાડકાંના ફ્રેકચર (ખાસ કરીને થાપાનાં ફ્રેક્ચર) એટલે કે સૌથી નબળાં હાડકાંના હોય છે. જ્યારે માતા પિતા તેમનાં બાળકોને દૂધ પીવાની ફરજ પાડે છે, ત્યારે મા-બાપ જે પ્રાપ્ત કરવા માગે છે, થાય છે એનાથી વિરુદ્ધનું. એ પુરષો પર વધુ જોખમ રહેલું છે, જેમણે બાળપણમાં ખૂબ દૂધ પીધું હોય છે. એક વિશાળ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ અઢી ગ્લાસ કે વધુ ગ્લાસ દૂધ પીએ છે, તેમને એક ગ્લાસ કે એથી ઓછું દૂધ પીતી મહિલા કરતાં ફ્રેક્ચર થવાનું ઊંચું જોખમ રહેલું છે. અન્ય દાવાઓમાં વિલ્લેટે શોધી કાઢ્યું હતું કે એનો કોઈ વાસ્તવિક આધાર નહોતો.

દૂધ તમારું વજન ઘટાડે છે.

દૂધ તમારું બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

ડેરી પદાર્થો હ્દયરોગના દરને ઓછો કરી શકે છેઃ બધાં સંશોધનો દર્શાવે છે કે ડેરી પદાર્થોનો હ્દય રોગના દર પર કોઈ અસર નથી પડતી.

ડેરી પદાર્થો  લેવાથી હાડકાંના ફ્રેક્ચરના દરને ઘટાડે છે. પ્રત્યેક અભ્યાસ વાસ્તવમાં એનાથી વિપરીત સૂચનો કરે છે.

અને જીવન કાળ અને ખવાતા ડેરી પદાર્થોની વચ્ચે કોઈ સંબંધ નથી હોતો.

બધા સંશોધનોથી માલૂમ પડે છે કે દૂધ આરોગ્ય માટે આવશ્યક નથી, એમ ન્યુ યોર્ક યુનિવર્સિટીના ફૂડ અભ્યાસ અને પબ્લિક હેલ્થના ન્યુટ્રિશિયનના પ્રોફેસર, પીએચડી મેરિયન નેસ્લેએ કહ્યું હતું.

ડેટા અનુસાર એ વાતના પુરાવા છે કે ગાયનું દૂધ પીતાં બાળકો એ લોકોની તુલનામાં લાંબા હોય છે, જે લોકો ગાયનું દૂધ નથી પીતા (જોકે એ જેનેટિક્સ પણ હોઈ શકે અને સાથે-સાથે મિલીગ્રામ પણ છે), પરંતુ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, કે દૂધ કઈ રીતે વ્યક્તિનો ગ્રોથ કરે છે.

વિલ્લેટ એ ધ્વનિનું કારણ આપતાં કહે છે, ગાયો વારંવાર ગર્ભવતી બને છે, ત્યારે દૂધ વધુ આપે છે, જેનાથી એના એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન વધી જાય છે.. ગાય અન્ય એક હોર્મોન પેદા કરે છે, જેનાથી ઇન્સ્યુલિન જેવા ગ્રોથ  IGF કહેવામાં આવે છે- જે દૂધનું ઉત્પાદન વધારે છે (અને કેન્સર આપે છે) આ હોર્મોન લોકોમાં ગ્રોથને વધારો કરે છે.

ડેરી પદાર્થો અને મજબૂત હાડકાંની વચ્ચે કોઈ કડી સાબિત નથી

શું દૂધ બાળકોનાં હાડકાંને મજબૂત બનાવે છે? હાડકાંઓની મજબૂતી માટે બાળકોમાં કેલ્શિયમની જરૂર હોય છે. પણ શું તેમને એ દૂધથી પ્રાપ્ત કરવાની જરૂર છે?  આ સમીક્ષાના લેખકોએ કોઈ પણ અભ્યાસ દ્વારા ડેરી પદાર્થો અને મજબૂત હાડકાંની વચ્ચે કોઈ કડી સાબિત નથી કરી.

એક અભ્યાસ, ‘પ્રારંભિક તરુણાવસ્થાના યુવા કિશોર અને કિશોરીઓનાં હાડકાં અને શરીરની રચનાના  વિકાસમાં ડેરી પદાર્થોના સેવનનો પ્રભાવઃ એક રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ ટ્રાયલ’ વોગેલ, મેકેબ એટ લાએ કર્યો હતો અને એને 2017ના અમેરિકન સોસાયટી ફોર ન્યુટ્રિશિયનમાં પ્રકાશિત કર્યો હતો. જેમાં તેમણે 240 હેલ્ધી 8-15 વયના જુદા-જુદા રંગના  અને વજનવાળાં બાળકોના આહારમાં દૈનિક ધોરણે ત્રણ ડેરી પદાર્થો ઉમેરવાનું કહેવામાં આવ્યું હતું, એની સામે અન્ય ગ્રુપને ડેરી પદાર્થો નહોતા લેતા –18 મહિના પછી અભ્યાસમાં જણાયું હતું કે ડેરી પદાર્થો લેતાં બાળકો અને ના લેતા બાળકો વચ્ચેના હાડકાંની ઘનતામાં કોઈ તફાવત જોવા નહોતો મળ્યો.

અમેરિકા એવી ભલામણ કરે છે કે 4-8 વયનાં બાળકોને તેમના આહારમાં 1000 મિલિગ્રામ કેલ્શિયમ મળવું જોઈએ. જ્યારે યુકે દિવસ દરમ્યાન 450થી 550 મિલિગ્રામ એટલે કે અમેરિકા કરતાં અડધું કેલ્શિયમ આપવાની ભલામણ કરે છે. આ ભલામણોમાં તફાવત એટલા માટે નથી, કેમ કે વૈજ્ઞાનિકો અલગ-અલગ છે, પણ એ ડેરી ઉદ્યોગ પર રાજકીય વર્ચસને આધારે છે.

લીલાં શાકભાજી, સૂકો મેવો અને બીન્સથી મનુષ્યોને વધુ કેલ્શિયમ મળે જ છે. જ્યારે તમે ભોજન લો છો, એનાથી કેલ્શિયમ અથવા પ્રોટીન માં કોઈ ફરક નથી પડતો, પરંતુ એનાથી કેમિકલ્સ, આર્ટિફિશિયલ હોર્મોન્સ, એન્ટિબાયિટક અને પેસ્ટિસાઇડ્સ એમાં હોય છે. જેથી તમે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડો છો. ડેરી ફાર્મ મોટા પાયે પાણીનો વપરાશ કરે છે. એ જળમાં પ્રદૂષણ પણ વધારે છે. પ્રાણીઓ મિથેનનું ઉત્સર્જન કરે છે, જે કાર્બન ડાયોક્સાઇડની તુલનામાં વાતાવરણને વધુ ગરમ કરે છે. તમે વિશ્વ પર એક ઉપકાર કેમ નથી કરતા અને એને બદલે પ્લાસ્ટિક કેમ નથી ખાતા?

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)