![]()
નાગાની પાંચશેરી ભારે |
દુર્જન માણસ પોતાની દુર્જનતાથી ગમે તેને નડી શકે છે. એની સાથે બગાડવાથી કોઈ ફાયદો નથી એમ સમજીને એની વાતમાં વજૂદ ન હોય તેમ છતાં પણ એની વાતમાં ટાપશી પૂરનારા નીકળે છે. પાંચ શેરી એટલે કે આશરે અઢી કિલો એ ત્રાજવામાં જોખવા માટેનું બાટ અથવા વજનિયું છે. પાંચ શેરી બરાબર પાંચ શેરની જ હોય, તે વધારે કે ઓછી સંભવી શકે નહીં.
આમ છતાંય પોતાની આડોડાઈના જોરે એ પોતાની વાત વધુ વજૂદવાળી છે એટલે કે પોતાની પાંચ શેરી ભારે છે એવું પુરવાર કરી શકે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
