શિયાળાની સિઝન આમ તો મજાની છે પરંતુ આ સિઝનમાં અત્યારે તો ઘણી વાર લાગે છે કે જાણે દુનિયા ઠીંગરાઈ ગઈ હોય. આ સિઝનમાં જો ઘરમાં હૂંફાળી સજાવટ કરવામાં આવશે તો તમને તમારું ઘર ઘણું ઉષ્માભર્યું અને સ્ટાઇલિશ લાગતું હોય .સામાન્ય રીતે શિયાળાના સમયમાં જે લોકોને અત્યારે શહેરી લાઇફમાં દરેક ઘર એવા નથી હોતા જેમાં પૂરતા પ્રમાણમાં તડકો આવતો હોય. જો તમારા ઘરમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને તડકો આવતો હોય તો એ ઘણી સારી બાબત છે. ઘરમાં જો હવા ઉજાશના આયોજન પ્રમાણે તમે વિન્ટર ડેકોરેશન કરશો તો તમને પણ આ સિઝનને ઘરમાં રહીને માણવાની મજા આવશે.
શિયાળાની ઠંડકમાં સૂર્યનો હૂંફાળો તડકો સરસ ગરમાવો બક્ષે છે. એટલે જો શિયાળાના હોમ ડેકોરમાં તમે એ પ્રમાણે ઘરનું ફર્નિચર ગોઠવશો અથવા તો ઘરમાં ઉષ્મા અનુભવાય તે પ્રમાણેની ગોઠવણ કરશો તો ઘરનો તો મેકઓવર થશે જ, સાથે સાથે શિયાળાની ઠંડીમાં હૂંફ પણ અનુભવાશે.
શહેરોમાં મોટા મોટા એપાર્ટમેન્ટમાં સૂર્યનો તડકો ક્યારેય સગવગ પ્રમાણે નથી મળતો. એટલે બાલ્કની, ડ્રોઇંગરૂમ, ગેલેરી, રસોડું, બેડરૂમ જ્યાં પણ સૂર્યનો તાપ આવતો હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકો ટેનામેન્ટ કે બંગલોમાં રહે છે તેઓ ખૂબ સરસ રીતે આ વિન્ટર ડેકોર કરી શકે છે. જ્યારે તડકો આવતો હોય ત્યારે તમને પસંદ હોય તેવી ખુરશી અને ટેબલ લઇને તમે ગાર્ડન કે વરંડામાં બેસી શકો. શિયાળામાં બહાર તડકામાં બેસીને મોનિર્ગં ટી કે લંચ લઇને અનોખો આનંદ માણી શકો છો.
વિવિધ તસવીરો કે વીડિયો જોઇને પણ તમે વિન્ટર ડેકોરના આઇડિયા મેળવી શકો છો. ખાસતો વિન્ટરમાં તમારું લાઇટિંગ જેટલું બ્રાઇટ હશે તેટલી તમને ઘરમાં પોઝિટીવિટીનો અનુભવ થશે. અત્યારે યલો લાઇટિંગના મોટા ગોળા લગાવવાનો ટ્રેન્ડ વ્યાપક બન્યો છે તે તમે હોમ ડેકોરથી માંડીને રેસ્ટોરાં અને ખાસ તો કેફે ડેકોરમાં જોવા મળશે. આ પ્રકારના લાઇટિંગને તમે દૂરથી જોશો તો પણ તમને ઉષ્માભર્યો માહોલ અનુભવી શકશો.
જો લિવિંગરૂમની બારી કે બારણા દ્વારા સૂર્યનો તાપ આવતો હોય અને તેની દિવાલો તડકાથી ગરમ થતી હોય છે. લિવિંગરૂમમાં શિયાળા દરમિયાન ડાઇનિંગ એરિયા પણ બનાવી શકાય.
આ ઉપરાંત વૃદ્ધો માટે કે નાના બાળકો માટે તડકો આવતો હોય ત્યાં સોફા કમ બેડની વ્યવસ્થા રાખી શકાય જેથી જ્યારે તડકો આવતો હોય ત્યારે તેઓ ત્યાં બેસીને સૂર્યની ઉષ્મા મેળવી શકાય છે.
શિયાળામાં સૂર્યના તડકાને પરાવર્તિત કરતા શેડ્સ તથા રંગોનો ઉપયોગ કુશન કવર, બેડશીટ્સમાં વધારે કરવો જોઈએ. જેથી સૂર્યની ગરમીનો પ્રભાવ વધશે.
ઉપરાંત શિયાળામાં ઉગ્ર રંગોનું લાઇટિંગ પણ ઘરની ઉષ્મા વધારવામાં મહત્તવનો ભાગ ભજવે છે. લાઇટિંગમાં પીળા,કેસરી જેવા ઉર્જાભર્યા રંગો પણ ઠંડકની ઉગ્રતાને ઓછી કરવામાં મદદરૂપ થશે. વેધર શેડ અથવા તો પડદા એવા મટિરિયલના રાખવા જેનાથી સૂર્યનો તાપ વધારે અસરકારકતાથી ઘરમાં આવી શકે.