લેધર જેકેટથી મળશે રફ એન્ડ ટફ લુક

ઠંડીની સિઝન એ ફેશન માટેનો અસબાબ લઇને આવે છે. જેમાં ચાહો તે પ્રમાણેની નિત નવી ફેશનને અપનાવી શકો છો સાથે સાથે નવા નવા પ્રયોગો પણ કરી શકો છો. કારણ કે શિયાળામાં સ્ટોલ, શાલ, સ્વેટર, જેકેટની અવનવી વરાયટી હોય છે ખાસ કરીને જેકેટમાં. શિયાળામાં જેકેટ લાંબા કાર્ડિગ્ન તરીકે ફરવાળું પહેરાય છો તો  કોલેજ જતા યુવક યુવતીઓ લેધર જેકેટસ વધારે પસંદ કરે છે. કારણ કે કાર્ડિગ્ન મહિલોઓ ઉપર વધારે ઓપી ઉઠે છે.

લેધર જેકેટની વાત કરીએ તો  તેમાં પહેલા તો ચોક્કસ રંગો જ મળતા હતા, જેવા કે બ્રાઉન અને બ્લેક પરંતુ હવે તેમાં ચેરી રેડ, પર્પલ, બ્લૂ, નેવી બ્લૂ  જેવા તમામ રંગો ઉપલબ્ધ છે, વળી લેધર જેકેટ  વિન્ટર માટ તો યુવક તેમજ યુવતીઓમાં એકસરખી રીતે જ લોકપ્રિય બનેલું હોય છે. અને હવે તો  બ્લેક બ્રાઉનને બદલે  ડાર્ક રેડ, મરૂન, આર્મી ગ્રીન , ડાર્ક કોફી જેવા ઘણા રંગોમાં ઉપલબ્ધ છે.

હવે તો લેધરન સાથે ફરનું કોમ્બિનેશન પણ કરવામાં આવે છે.  જેકેટ્સમાં ફક્ત લેધર ન રહેતા હવે તેઓ લેધરની સાથે ફરનું કોમ્બિનેશન પણ કરે છે. તમે જોયું હશે કે અતિશય ઠંડા પ્રદેશોમાં આ પ્રકારના જેક્ટ્સ બહુ સામાન્ય છે આપણે ત્યાં કાપડના કોમ્બિનેશનના  જેકેટસનું ચલણ વધારે છે કારણ કે તેમાં ઢગલાબંધ  ઓપ્શન પણ મળી રહે છે.  તો વળી  જિન્સ એટલે અત્યારની જનરેશન જેને  ડેનિમ જેકેટના નામે ઓળખે છે તે પણ ઘણા મહત્વના  છે.

જેકેટમાં હાલમાં ઘણા બધા વિકલ્પ છે જેમાં ઘણા બધા પોકેટસ તથા ઝીપનો સમાવેશ થતો હોય છે સામાન્ય રીતે ઝીપ તથા પોકેટ્સનો ઉપયોગ ટોમ બોય લુક માટે યોગ્ય રહે  છે જ્યારે બટન તથા સિંગલ ચેન જેકેટસ રોજના  પહેરવેશમાં ઉપયોગ કરી શકાય છે. તમે ઇચ્છો તો મેચિંગ હેન્ડ ગ્લોવ્ઝ પણ લઈ શકો છો . જો તમે જેકેટના ચાહક છો તો તેઓ હવે ક્વોલિટી લેધર જેકેટ અથવા તો કોઈ પણ પ્રકારના  લેધર  જેકેટ પહેરતી વખતે તેની સાચવણી પણ વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. લેધર જેકેટ આમ તો પહેરે સારું જ લાગે છે પરંતુ મોટા ભાગે તે વેર્સ્ટન વેર સાથે  વધુ શોભી ઉઠે છે. એટલે જ્યારે લેધર જેકેટ કે અન્ય કોઈ જેકેટ પહેરો ત્યારે  તમ સાથે શું પહેરો છે તેનું ધ્યાન રાખવું. જેકેટની લેન્થ કમર સુધી હશે તો વધારે યોગ્ય રહેશે.

જેકેટની સાચવણી કરવી પણ જરૂરી બની જાય છે. જો ફરવાળા જેકેટ હોય તો તેને પહેરતી વખતે સાચવીને બ્રશિંગ કરવું જોઈએ. લેધર જેકેટ હોય તો તેને ચોક્કસ લિકવિડથી સાફ કરીને જ પહેરવું જોઈએ જેથી તેની ચમક યોગ્ય લાગે, ડેનિમ જેકેટ પણ પહેરતી વખતે સ્વચ્છ હોય તે જરૂરી છે. જેથી તે પહેરો ત્યારે તેનો લુક વ્યવસ્થિત લાગે તે જરૂરી છે.

જેકેટ નીચે બોટમ વેર તરીકે હંમેશાં જિન્સ જ વધારે શોભી ઉઠશે. વલી તમે અંદર  શર્ટ કે વ્યવસ્થિત શર્ટ પહેરેશો તો પણ લેધર જેકેટનો ઉઠાવ સારો આવશે. જ્યારે પણ લેધર જેકેટ ખરીદો ત્યારે ધ્યાન રાખો કે તેની ચેઇન, સ્ટડ વગેરે વ્યવસ્થિત છે કે નહીં.