બબલ અને શિમર સહિત આઇલાઇનરના ટ્રેન્ડ બની રહ્યાં છે વ્યાપક

ઇ લાઇનર યુવતીની મેકઅપ કિટમાં ખૂબ અગત્યનું સ્થાન ભોગવે છે.  પહેલા તો યુવતીઓ બહાર જવાનું હોય કે પ્રસંગોપાત જ  આઇ મેકઅપ માટે આઇ લાઇનરનો ઉપયોગ કરતી હતી. પરંતુ હવે તો આઇ લાઇનર યુવતીઓ તેમજ મહિલાઓ નિયમિત રૂપે ઉપયોગ કરે છે. જ્યારે આ લાઇનરનો ઉપયોગ વ્યાપક બન્યો હોય ત્યારે  આઇ લાઇનરમાં જુદા જુદા રંગનો ટ્રેન્ડ તેમજ જુદા જુદા શેડ વ્યાપક બન્યા છે. પહેલા ફક્ત બ્લેક રંગની આઇલાઇનર ચલણમાં હતી.

પરંતુ અભિનેત્રી કાજોલે બ્લૂ અન ડાર્ક ગ્રીન આઇ લાઇનરનો ઉપયોગ(ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં અભિનેત્રીએ બ્લૂ રંગની આઇલાઇનર કરી હતી.) કર્યા બાદ આ રંગો વ્યાપક બન્ય હતા અને હવે તો વ્હાઇટ,યલોથી માંડીને તમામ શિમરી રંગોમાં આઇ લાઇનર તમામ જાણીતી બ્રાન્ડમાં ઉપલબ્ધ છે. અને ધીરે ધીરે આ ટ્રેન્ડ પણ વ્યાપક બની રહ્યો છે. વિદેશી યુવતીઓ વાને એકદમ ગોરી હોવાને કારણે વિદેશમાં વિવિધ રંગી આઇ લાઇનર ખૂબ લોકપ્રિય બની રહ્યાં છે.

આપણે અલગ અલગ આઇલાઇનર ટ્રેન્ડની વાત કરીએ તો યુનિકોન આઇ લાઇનરનો ટ્રેન્ડ ચલણમાં હતો અને રહેશે. જેમાં  આંખના  ખૂણાથી આગળ સુધી  લમણા સુધી જતા છેડાને ખેંચવામાં આવે છે.

ફેધર સ્ટાઇલ

ફેધર સ્ટાઇલમાં આઇ લાઇનરથી આંખ પર પક્ષીની પાંખો જેવો શેઇપ બનાવવામાં આવે છે જેમાં બે ત્રણ પ્રકારે  આઇ લાઇનર લગાવવામાં આવે છે જેમાં પાંચ પાંખો બનાવવા માટે લાઇનરને પેન્સિલની જેમ પકડીને પાંખોનો આકાર બનાવાવમાં આવે છે પછી તેમાં અન્ય રંગની આઇ લાઇનરનો રંગ ભરવામાં આવે છે તો બીજી પદ્ધતિમાં આંખના છેડે  એક નાનો અને એક મોટો ખૂણો બ્લેક રંગની આઇલાઇનરથી કરવામાં આવે છે.

કેટ આઇ લાઇનર રોમાનિયાની રોમાનિયાની ફેશન બ્લોગર ડાહલિયાએ શરૂ કરેલા કેટ આઇ ચ્રેન્ડ પછી આ ટ્રેન્ડ પણ ઘણો વ્યાપક બન્યો છે. ડાહલિયાએ તેની કેટઆઇ લાઇનર કરેલો ફોટો ટ્વીટ્ અને ઇન્સ્ટા પર પણ મુક્યો હતો. જે ખુબ વાઇરલ થયો છે. ત્યાર પછી ઘણી યુવતીઓ આ રીતેની આઇ લાઇનર કરી રહી છે.

બબલ સ્ટાઇલ આઇ લાઇનર

આમ તો બબલ એટલે પાણીના પરપોટા. પરંતુ અહીં બબલ જેવી જ અર્ધગોળાકાર સ્ટાઇલ એટલે  બબલ.  જેને સાચવીને કરવી પડે છે. લાઇનરથી અર્ધચંદ્રાકાર શેઇપ બનાવીને તેમાં લાઇનરનો જ રંગ ભરવાથી બબલ ડિઝાઇન મળે છે.  અને બપબલ પર ક્રિસ્ટલ પણ લગાવી શકાય છે.

શિમરી લાઇનર

આઇ શેડોની જેમ હવે આઇ લાઇનર પણ શિમરી રંગોમાં મળે છે. આમાં બધા જ રંગો સામેલ હોય છે તમે ઇવનિંગ  પાર્ટી માટે કંઈ આયોજન કરી રહ્યા હો તો શિમરી આઇ લાઇનરનો  ટ્રાય કરી શકો છો તેનાથી તમને કંઇક અલગ જ લુક મળશે.

ટિપ્સ

જોકે આ તમામ સ્ટાઇલ પૂરતી  કમ્ફર્ટચ સાથે તેમજ સલૂકાઈ પૂર્વક જરૂરી છે જો આઇ લાઇનર કરતા સહેજ પણ   શેઇપમાં ગરબડ થાય તો તમારો આખો લુક બગડી શકે છે.

ક્યાંક પણ જતા પહેલા  જે સ્ટાઇલની આઇ લાઇનર કરવી છે તે અગાઉના દિવસે કરી જોવી જેથી તમને ખબર પડે કે તમારો લુક કેવો લાગે છે