ચોમાસું સાર્વત્રિક રીતે જમાવટ કરી રહ્યું છે ત્યારે એવું તો ન જ બની શકે કે તમે ઘરમાં જ બેસી રહો અથવા તો કોઈ પ્રસંગમાં સામેલ જ ન થાવ, પરંતુ જ્યારે પણ ક્યાંય જવાનું થાય ત્યારે શું પહેરવું એ મોટો પ્રશન હોય છે તેમાંય ચોમાસામાં તો સ્ટાઇલિશ યુવક યુવતીઓ માટે આ મોટી સમસ્યા બને છે. જોકે આમ તો લોકો આ સિઝનમાં વિચારી વિચારીને પોશાક પહેરતા હોય છે પરંતુ ફેશનપરસ્ત લોકો માટે આ નવા નવા પ્રયોગ કરવાની સિઝન છે જો તમે પણ વિચારતા હો કે આ સિઝનમાં શું પહેરવું શું ન પહેરવું તો કેટલાક ટ્રેન્ડને તમે અનુસરી શકો છો. જે આ સિઝનને તમારા માટે વધુ ખુશ્નુમા અને સ્ટાઇલિશ બનાવી દેશે.
સ્ટાઇલિશ ફૂટવેર
આ સિઝનમાં ફૂટવેર પર સૌથી વધુ ધ્યાન આપવું પડે છે. જોકે હવે તો સરસ મજાના મોન્સૂર ફૂટવેર મળે છે. તમે મોન્સૂન ફૂટવેરમાં મોજડી, ફ્લિપફ્લોપ, ગમ બૂટ ટ્રાય કરી શકો છો. પુરૂષો પણ લોફર શૂઝથી માંડીને ગમ બૂટ ટ્રાય કરી શકે છે. આ સિઝનમાં લેધર શૂઝ ન પહેરવા જોઈએ.
ફેબ્રિક : આ સિઝનમાં જો તમે ઘરની બહાર નીકળતા વિચાર કરતા હો કે કેવા પ્રકારના ફેબ્રિક પહેરવા જે સ્ટાઇલિશ અને આરામદાયક હોય તો તે માટે સિન્થેટિક, અને ફલોઈ મટિરિયલ પસદ કરો. જે ઝડપથી સૂકાઈ જશે. ફેશન ડિઝાઇનરના મતે આ ઋતુમાં કોટનના બદલે પોલી નાયલોન, શિફોન, રેયોન, જ્યોર્જેટ મટિરિયલનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ કાપડ જલદી સૂકાય છે અને તેને ઇસ્ત્રી કરવાની ઝંજટ રહેતી નથી.
રંગોનું રાખો ધ્યાનઃ આમ તો મોન્સૂનના ઇન ટ્રન્ડ રંગો વિશે આપણે ગયા અકંમાં વાત કરી છે એટલે તે વિશે વધારે ન લખતા એટલું કહીશ કે આ સિઝનમાં ડાર્ક અને કેસરી, પીળા, ફુશિયા, રાણી જેવા રંગો ખૂબ સરસ લાગશે,. તમે મેઘધનુષ તો જોયું જ હશે. તેમાં જે રંગો હોય છે તે તમામ રંગો ચોમાસામાં જમાવટ કરે છે.
વોટરપ્રૂફ વોચઃ
ઘડિયાળ એ અગત્યની એકસેસરીઝ મનાય છે એટલે જો તમારે ચોમાસામાં પણ ઘડિયાળ પહેરવી હોય તો તમે વોટરપ્રૂફ સ્ટાઇલિશ ઘડિયાળ તમારા કલેક્શનમાં સામેલ કરી શકો છો.
પુરૂષો તથા સ્ત્રીઓ એવી ઓફિસમાં કામ કરતા હોય જ્યાં કોર્પોરેટ કોડને ન અનુસરવાનું હોય તો આ સિઝનમાં તમે કેપ્રી પહેરી શકો છો. આ ઉપરાંત યુવતીઓ સ્કર્ટ પહેરી શકે છે આ સિઝનમાં સ્માર્ટ ફોર્મલ સ્કર્ટ પણ ઉત્તમ વિકલ્પ બની રહેશે.
ટ્રેંચકોટ
વરસાદની સિઝનમાં લાઇક્રા જેવા ટેક્સચરના ટ્રેંચ કોટ શોર્ટ ટોપની ઉપર પહેરી શકો છો. તે તમને ફોર્મલ કે પ્રસંગોપાત અથવા તો આઉટિંગમાં કુલ લુક આપશે.
હેવી જ્વેલરી ટાળો
આ સિઝનમાં કોઈ ફણ પ્રકારની એવી જ્વેલરી ન પહેરો જે પાણીમાં પલળવાથી ખારબ થતી હોય. પ્લાસ્ટિક કે વૂડન જ્વેલરી તમે પહેરી શકો છો. પ્લાસ્ટિક બેંગલ્સ.એંકલેટ, રિંગ કે એરિંગ્સ તો તમને મનપસંદ હોય તેવા કલેક્શનમાં મળી જ રહેશે. આ ઉપરાંત ઓક્સોડાઇઝ કે ચાંદીની જ્વેલરી પણ ઇનટ્રેન્ડ છે.