Courtesy: Nykaa.com
દર પાંચમાંથી ત્રણ મહિલાની એક જ ફરિયાદ હોય છે કે ઉનાળાની ઋતુમાં ત્વચા કાળી પડી જાય છે. ત્વચા પરની કાળાશ દૂર કરવા માટે જ દર અઠવાડિયે ડી-ટાન ફેસિયલ કરાવવા જવું પડતું હોય છે, પણ કાળાશ દૂર કરવા માટેના આ ૬ ઉત્તમ પ્રોડક્ટ્સની તોલે કોઈ આવી ન શકે.
સખીઓ, ત્વચા પરની કાળાશ દૂર કરતા ઉત્તમ ૬ પ્રોડક્ટ્સ અહીં દર્શાવ્યા છે, એને અત્યારે જ બુકમાર્ક કરી રાખજો.
Votre White Essence Brightening Creme Scrub
દાણાદાર સ્ક્રબ્સ હવે જૂની વાત થઈ ગઈ. હવે તો ત્વચાને ઉજળી બનાવવા માટે આધુનિક જમાનાનાં સ્ક્રબ આવી ગયા છે. જરાક અમથું લઈને તમે કાળાશને દૂર કરી શકો. વાસ્તવમાં, ડર્મેટોલોજિકલી ચકાસણી કરેલી આ મોઈશ્ચરાઈઝિંગ ફોર્મ્યુલા છે જે બધા પ્રકારની ત્વચાને માફક આવે છે.
Neutrogena Fine Fairness Serum
અરે, આ તો છે અદ્દભુત સીરમ! કાળાશ દૂર કરતું આ પ્રોડક્ટ એટલું સરસ છે કે એ ત્વચાને ગોરી બનાવવા ઉપરાંત બીજું પણ ઘણું કામ કરે છે. આ આલ્કોહોલ-મુક્ત છે અને ઉત્તમ અવશોષક ફોર્મ્યુલા છે જે મેલાનિનની ઉત્પત્તિને રોકે છે, એટલે જ એ અતિ ઉત્તમ છે. બહુ વધારે વિચારો નહીં, આજે જ ખરીદી લો!
Fabindia Vitamin E Sunscreen SPF 30
બધા જ સનસ્ક્રીન્સ ત્વચાને કાળી પડતી રોકવા માટે જ બનાવેલા હોય છે તો તમે પૂછશો કે આમાં એવું તે વિશેષ શું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ અનોખી સન-પ્રોટેક્શન ફોર્મ્યુલામાં રહેલું વિટામીન E એસીટેટ કાળાશને બીજા બધા પ્રોડક્ટ્સ કરતાં વધારે સરસ રીતે દૂર કરે છે. આ તો તમારે ખરીદવું જ જોઈએ, કેમ ખરુંને?
Just Herbs Petalsoft Anti-Tan Rose Face Pack
ચાર ચમત્કારિક તત્ત્વો આમાં છે – વિન્ટર ચેરી, રોઝ, લિકરીસ, હોલી બેઝીલ. આ બધાયના મિશ્રણે બનાવ્યું છે આ ચમત્કારિક ડી-ટાન ફેસ માસ્ક. આની વિશેષતા એ છે કે એ અત્યંત હાઈડ્રેટિંગ છે અને ઠંડક પણ આપે છે. વધુમાં, ગુલાબની પાંખડીની સુગંધ કોને ન ગમે!
Kaya Insta Brightening Micro Mask
Scutellaria Baicalensis, White Mulberry, Saxifraga Sarmentosa અને Grape ના મિશ્રણમાંથી બન્યું છે ત્વચાને ઉજળી બનાવતું આ અત્યંત અસરકારક માસ્ક. હલકું, લિસું જેલ-જેવું આ મિશ્રણ ધોવામાં પણ એટલું આસાન છે. કાળાશ દૂર કરવા માટેનું આ શ્રેષ્ઠ પ્રોડક્ટ છે. ડર્મેટોલોજિકલી ચકાસણી કરેલી આ મોઈશ્ચરાઈઝિંગ ફોર્મ્યુલા છે જે બધા પ્રકારની ત્વચાને માફક આવે છે.
ત્વચા પરની કાળાશને દૂર કરવા માટેનું (ડી-ટાન) ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ પ્રોડક્ટ્સમાંનું આ એક છે. આ ઉપયોગી મસાજ ક્રીમ અમુકવારના જ ઉપયોગથી ધીરે ધીરે કાળાશને દૂર કરે છે અને ત્વચાને ઉજળી બનાવે છે. તાજગી આપનારું આ હલકું ફોર્મ્યુલા થાકને કારણે અને સૂર્યના તડકાથી ત્વચાને કોઈ નુકસાન થયું હોય તો એ દૂર કરે છે અને ત્વચાને સુંવાળી અને કોમળ બનાવે છે. આ પણ તમામ પ્રકારની ત્વચાને માફક આવે છે.