નવરાત્રિમાં વરસાદી વાછટો અને વરસાદી હેલી વચ્ચે ગરબાની મજા તો ખેલૈયાઓએ લઈ લીધી. અને હવે સમય આવશે દીવાળીનો. દીવાળીના સમયમાં કેટલાક લોકો ઘરે રહે છે તો કેટલાક લોકો બહાર ફરવા જાય છે. દીવાળીમાં ખરીદી ચાલતી હોય છે તો ક્યારેક મિત્રો કે સ્વજનો સાથે પણ ફરવા જવાનું પ્લાનિંગ થતું હોય છે. તેવા સમયે હેવી પોશાક પહેરવો નથી ગમતો. અને તમને કાયમ ડેનિમ કે વેર્સ્ટન પોશાક ન ગમતાં હોય ત્યારે આ સંજોગોમાં કેવી ફેશનેબલ સ્ટાઇલ અપનાવવી તે અંગે માનુનીઓને અવઢવ રહેતી હોય છે. આ અવઢવને દૂર કરીને તમે મેક્સી ફ્રોક કે ગાઉનનો સ્ટાઇલિશ વિકલ્પ અપનાવી શકો છો.
મેક્સીનો ઓપ્શન આમ તો દરેક સિઝનના આઉટિંગ ડ્રેસિંગ માટે એકદમ યોગ્ય છે. મેક્સીના મટિરિયલમાં શિફોન, જ્યોર્જેટ, કોટન સિલ્ક, લિનન જેવા ફેબ્રિક વપરાય છે. તેમાંય જો ફલોરલ પ્રિન્ટ હોય તો તો મેક્સીનો રૂઆબ કંઇક અલગ જ લાગે છે.
લોન્ગ મેક્સીમાં તમે સ્લિવ સાથે ઘણા એક્સપરિમેન્ટ કરી શકો છો. સ્પેગેટી સ્લિવ, અથવા તો ઓફ શોલ્ડર મેક્સી સપ્રમાણ ફિગર પર ખૂબ સરસ લાગશે.
આમ તો મેક્સી એટલે એકદમ લાંબું ગાઉન જેવું વસ્ત્ર. જોકે આજે ફેશન ડિઝાઇનર મેક્સીની આ પરંપરાગત સ્ટાઇલમાં ફેરફાર કરીને મેક્સી ફ્રોક પણ બનાવવા લાગ્યા છે. આ ઉપરાંત એકદમ લાંબી મેક્સીને તેમણે ની લેન્થ પણ બનાવી છે. જેથી જેમને લાંબી મેક્સી ન પહેરવી હોય તેમને ઓપ્શન્સ મળી રહે.
તમે ચોમાસામાં અથવા તો આઉટિંગમાં ની લેન્થ કરતાં જરા લાંબી ફ્રોક ટાઇપ મેક્સી અને ગમ બૂટ પહેરીને એક આગવી સ્ટાઇલ વિકસાવી શકો.
મેક્સી સાથે પહેરો મર્યાદિત જ્વેલરી
મેક્સી એવો એકદમ કમ્ફર્ટેબલ પોશાક છે. તેની સાથએ એકદમ લાઇટ જ્વેલરી જ પહેરવી જોઈએ, કારણ કે મેક્સીનું ફેબ્રિક મોટા ભાગે ઝીણી ડિઝાઇન તથા ફલોરલ ડિઝાઇનથી ભરચક રહેતું હોય છે. એટલે જ્વેલરી કે એક્સેસરીઝનો વધારે ઠઠારો કરવો યોગ્ય નથી.
મેક્સી સાથે ક્લચ પર્સીસ અથવા તો ઝોલા બેગ વધારે સૂટ થશે.
ફૂટવેરમાં સ્ટિલેટોઝથી માંડીને બજીસ અથવા પ્લેટફોર્મહિલ કે સામાન્ય હિલવાલા સેન્ડલ પહેરી શકો. લોન્ગ મેક્સી સાથે ફ્લિપ ફ્લોપ પહેરવાનો અખતરો ન કરવો.
તમે સ્પેગેટી કે સ્લીવલેસ મેક્સી પહેરવાના હો તો હાથ તેમજ અંડર આર્મ્સનું ટેનિંગ દૂર થયેલું હોય તેની પૂરતી કાળજી રાખવી નહીં તો ફેશન બ્લન્ડર થતા વાર નહીં લાગે.