Courtesy: Nykaa.com
આને તમારા આયશેડો માટેનો ગ્રંથ જ ગણો. તમારા રોજિંદા આય મેકઅપ લુક્સને એકદમ સુંદર બનાવવા માટે અમે તૈયાર કર્યાં છે આ બ્યુટી બેઝિક્સ. આય મેકઅપને લગતી બધી જાણકારી તમને આમાંથી મળી રહેશે – ટ્રિક્સથી લઈને ટિપ્સ સુધી બધું જ. અને એક વાર જો તમે આને યાદ રાખી લેશો તો એ તમને ખૂબ જ મદદરૂપ થશે. તો હવે તમે જો મેકઅપની શરૂઆત કરી રહ્યાં હો કે તમે કોઈ અનુભવી વ્યાવસાયિક હો તો તમારે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીં સ્ક્રોલ ડાઉન કરો અને જાણો બેઝિક્સ, જેમાં છે તમામ પ્રકાર અને ફોર્મ્યુલાઝ, ટેક્સચર્સ કે ફિનીશીસની જાણકારી અને અંતમાં તમારા સ્કિન ટોન્સ માટે પરફેક્ટ શેડ્સ.
આયશેડોનાં પ્રકાર
પાવડર
બધાયમાં આ સૌથી વધારે મિશ્રિત કરવામાં આવે છે. જુદા જુદા અનેક રંગોના હોવાથી એને ઓળખવા બહુ જ આસાન છે. આ વિવિધ પ્રકારના ફિનીશીસમાં ઉપલબ્ધ હોય છે. એને તમે બે પ્રકારમાં વહેંચી શકો – લૂઝ અને પ્રેસ્ડ પાવડર. લગાડવામાં આસાન હોવાથી મેકઅપ શોખીનો આને બહુ પસંદ કરે છે. આ આયશેડોઝ ઘેરા રંગના હોય છે અને એકદમ લીસું અને આકર્ષક ફિનીશ આપે છે.
નાયકાની સલાહ છેઃ Nykaa Just Wink It! – Wet & Dry Eyeshadow Palette, Faces Ultime Pro Eye Shadow Palette – Nude 01
ક્રીમ
મોટા ભાગની પેન્સિલ્સ, પોટ્સ અને ક્રેયોન્સને આ ગ્રુપમાં મૂકી શકાય. પાવડર આયશેડોની જેમ આ પણ આસાનીથી મિક્સ થઈ શકતા હોવાથી લોકોને આ ફોર્મ્યુલા પણ બહુ ગમે છે. પ્રોફેશનલ ટીપઃ ગરમ અને ભેજવાળા દિવસોમાં આ લગાડવું નહીં, કારણ કે એનાથી કરચલીઓ દેખાવાનો ડર રહે છે. બીજી ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે આને આંગળીનો ઉપયોગ કરીને લગાડવાની ભૂલ ક્યારેય કરવી નહીં.
નાયકાની સલાહ છેઃ Nykaa Recommends : Revlon Colorstay Créme Eye Sha, Australis Metallix Cream Eyeshadow
આને લોકો ઘણી વાર લિપ ગ્લોસ સમજી લેવાની ભૂલ કરી બેસે છે. લિક્વિડ આયશેડોઝ પણ એકદમ પાતળી અને અર્ધ પારદર્શક ટ્યૂબ્સમાં મળે છે. પરંતુ એનું પેકેજિંગ જોઈને ફસાવું નહીં, કારણ કે આ ટ્યૂબ્સ પાવડરની જેમ લગાડવાનું આસાન રહેતું હોય છે. એક જ શબ્દમાં ચેતવણી આપવી હોય તો આ ખૂબ ઝડપથી સૂકાઈ જતું હોય છે એટલે એને એકદમ ઝડપથી લગાડી દેવું. ઉપરાંત, જો તમને તૈલી પ્રવાહી માફક આવતું ન હોય તો આનાથી દૂર રહેજો, કારણ કે એ ક્રીમ્સની જેમ ક્રિન્કલ થાય છે.
નાયકાની સલાહ છેઃ Nicka K Radiant Liquid Eye Shadow
આ આયશેડોઝ ક્રીમ-બેઝ્ડ હોય છે, પરંતુ એને સૂકવવા માટે એક ઓવનમાં બેક કરવામાં આવે છે. ડોમ આકારના હોવાથી તે ઓળખવામાં આસાન રહે છે. એ દેખાવે માર્બલ જેવા હોય છે. ખૂબ જ વેલ્વેટી ફિનીશવાળા હોવાથી અલ્ટ્રા-સ્મૂથ હોય છે જેથી લગાડતાં જ ત્વચા પર સરકી જાય છે અને તે સૂકા કે ભીના, બંને રીતે લગાડી શકાય છે. આખા દિવસથી રાત સુધીના કાર્યક્રમમાં હાજરી આપવાની હોય તો આ આયશેડો ફોર્મ્યુલા લગાડવાનું અતિ ઉત્તમ છે.
નાયકાની સલાહ છેઃ PAC Baked Eyeshadow Palette – 1
તમે અસંખ્ય શેડ્સમાં આ અવારનવાર જોયા હશે. બહુચર્ચિત સ્મોકી આંખ અથવા ચમકતાં હોઠ આની વગર ક્યારેય શક્ય ન બને. દુનિયાભરના બ્યુટી નિષ્ણાતો આની ભલામણ કરે છે. આ એપ્લિકેશન ટેકનિકમાં પાવરધા બનવાનું બહુ આસાન છેઃ ડિપ એન્ડ ડેબ (ડૂબાડો અને થપથપાવો). બેઝ તરીકે પાણી અથવા સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો, પોટમાં આઈશેડો બ્રશને ડૂબાડો, બ્રશ પરનું વધારાનું આયશેડો કાઢી દો અને પછી આંખો પર લગાડો.
નાયકાની સલાહ છે : Wet n Wild Color Icon Eyeshadow Glitter Single
આયશેડો ટેક્સચર્સ
હવે, મજાની બાબત – ટેક્સચર્સ એટલે ફિનીશ
મેટ્સમાં સામાન્ય રીતે પિગમેંટ બહુ વધુ પ્રમાણમાં રહેતું હોય છે અને આંખોને શેપ આપવા કે સ્ટ્રક્ચર કરવા માટે આ ઉત્તમ ગણાય છે. ફ્લેટ ફિનીશને લીધે મેટ્સ આયશેડો લાઈટથી રીફ્લેક્ટ કરતું નથી, તેથી કોન્ટુરિંગ અને ડીફાઈનિંગ કરવા માટે આ ઉત્તમ છે. વધુ અસરકારકતા લાવવા માટે આને ભીનું કરીને લગાડો જ્યારે વધારે શેડેડ લુક માટે સૂકું રાખવું.
નાયકાની સલાહ છેઃ Makeup Revolution Ultra 32 shade Eyeshadow Palette Flawless Matte
આ ટેક્સચરમાં ચમક અને ચળકાટ સરખા રહેતા હોવાથી તમામ સ્કિન ટોન્સ માટે આ ઉત્તમ છે. યુવાન વયની સ્ત્રીઓને હાઈ-શાઈન ફિનીશ બહુ જ સરસ લાગશે. વધુમાં, ચમક લાવવા માટે સંપૂર્ણપણે આવરી લેવાનું વધારે સરસ રહેશે, કારણ કે આની કરચલીઓ પડતી નથી.
નાયકા સલાહ આપે છેઃ SeaSoul Shimmer Eyeshadow (Case) – Electric Blue
આ ફેવરિટ ટેક્સચરને ચોકવાળા મેટ્સ અને ચમકદાર શિમર્સની વચ્ચેની કેટેગરીમાં મૂકી શકાય. આ સેમી-મેટ ટેક્સચર નવી શરૂઆત કરનારી સ્ત્રીઓ અને નિષ્ણાતો, બંનેમાં ખૂબ પસંદ પામેલું છે. આની અગાઉના ચમકદાર ટેક્સચરમાં ભરપૂર રીફ્લેક્ટિંગ પિગમેન્ટ્સ હોય છે, પણ એનાથી વિપરીત આમાં સોફ્ટ ચમક હોય છે જે વધારે આકર્ષક લુક આપે છે.
નાયકાની સલાહ છેઃ Maybelline New York Color Sensational Satin Eyeshadow
શું તમને યાદ છે 90ના દાયકામાં બ્રિટની સ્પીયર્સ, ક્રિસ્ટીના એગ્વિલેરા અને જેનિફર લોપેઝમાં કઈ સમાનતા હતી? હા, બ્રાઉન હોઠ અને ગળાની આસપાસ ચોકર્સ તેમજ ફ્રોસ્ટેડ આયલિડ્સ. સૌથી રંગબેરંગી ચમકદમકમાં સૌથી વધારે આકર્ષક હતો સિલ્વર આયશેડો, જે પોપ-સ્ટાર્સ અને અભિનેત્રીઓ વધારે પસંદ કરતી હોય છે.
નાયકાની સલાહ છેઃ NELF USA HD Custom Pro Palette Eye Shadow – Sweetheart
ચમક લાવવા માટે જે કણનો ઉપયોગ કરવામાં આવે છે એ ઉડી ન જાય એટલા માટે એમાં ગુંદર કે પાણી નાખવું પડે છે. અમે અગાઉ જણાવ્યું તેમ, ઘણી જાણીતી હસ્તીઓ યાદગાર આય લુક બનાવવા માટે આ ટેક્સચરનો ઉપયોગ કરે છે જેથી ગ્લેમ કોશન્ટ વધે છે. પરંતુ આમાં એક ચેતવણી એ છે કે એ ત્વચાની કરચલીઓની અંદર જતું રહે છે.
નાયકાની સલાહ છેઃ Australis All That Glitters Palette – Dazzle Me
આયસેડોનાં વિવિધ રંગ
દરેક સ્કિન ટોન માટે રંગો વિશેની જાણકારી
ગરમ
એ કંઈ નવી વાત નથી કે ગરમ સ્કિન ટોનવાળી સ્ત્રીઓ ગરમ રંગોમાં વધારે સુંદર દેખાય. તો, કોરલ્સ, પિન્ક, ઓરેન્જ અને પીળો રંગ પસંદ કરો. પેસ્ટલ ટોન્સ અને ન્યૂડ્સ તમારી ત્વચાને એકદમ વધારે સરસ લાગશે. મેટાલિક રંગોમાં, ગોલ્ડ, કોપર અને બ્રોન્ઝ જેવા રંગ કોઈ દેવી જેવું રૂપ આપશે.
ઠંડા
ઠંડા સ્કિન ટોન્સ બ્લુ, પર્પલ અને પિન્ક રંગમાં શ્રેષ્ઠ લાગશે. લાલ રંગના ગ્રુપમાં – બરગંડી, બ્રિક, ચેરી અને ક્રિમઝન જેવા રંગ બહુ જ સરસ લાગશે અને ફુશિયા તથા હોટ પિન્ક ઉમેરા તરીકે સરસ લાગશે. મેટાલિક ચમક લાવવા માટે સિલ્વર અને વ્હાઈટ ગોલ્ડ બહુ જ સુંદર લાગશે. તમે ડીપ વાઈન કે ટીલ વાપરી શકો છો.
ન્યુટ્રલ
જો તમારો સ્કિન ટોન ન્યુટ્રલ છે તો તમને જે પસંદ પડે એ રંગ વાપરી શકો છો. એમાં પણ તમને વધારે ફાયદો એ છે કે તમે ગમે ત્યારે રંગ બદલી શકો છો. અને ડલ દેખાવાની ચિંતા તો તમે ભૂલી જ જાવ.
હવે જો તમારે દિવસના ન્યુટ્રલ લુકથી રાતના ગ્લેમ લુકમાં બદલાવું હોય તો તમારી પાસે બધી જ જાણકારી છે.