પ્રવાસ માટે પણ ઉપયોગી અને ઘરમાં પણ ખાવા માટે પૌષ્ટિક છે ગોળવાળી ભાકરી!
સામગ્રીઃ ઘઉંનો લોટ 2 કપ, ગોળ ½ કપ, ઘી ભાખરી ½ કપ શેકવા માટે, તેલ મોણ માટે 3-4 ટે.સ્પૂન, મીઠું 2-3 ચપટી, સફેદ તલ 1½ટે.સ્પૂન
રીતઃ ઘઉંના લોટમાં તેલનું મોણ તેમજ મીઠું નાખીને હાથની મુઠ્ઠીમાં લોટ બાંધો. જો લોટ થોડો બંધાય તેવો થાય એટલે તેમાં સફેદ તલ ઉમેરીને થોડું થોડું પાણી રેડીને કઠણ લોટ બાંધી લો.
ગેસ પર તવો ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. ભાખરીના લોટમાંથી લૂવો લઈ તેની જાડી ભાખરી વણી લો. અને તવા ઉપર ધીમા તાપે શેકી લો.
ભાખરી બંને બાજુએથી ગુલાબી રંગની શેકાઈ જાય એટલે તેની બંને બાજુએ ઘી લગાડીને ઉતારી લો.
આ ભાખરી નાસ્તામાં ચા સાથે પીરસી શકાય છે.





