નાણાંપ્રધાન નિતીન પટેલે ગુજરાતનું વચગાળાનું અંદાજપત્ર આજે રજૂ કર્યું, જો કે તેને લેખાનુદાન કહેવાઈ રહ્યું છે, પણ બજેટમાં અપાતી હોય તે રીતે જ રાહતો, છૂટછાટો, નવી યોજનાઓ, જોગવાઈઓ, વિકાસના નવા કામોની જાહેરાત થઈ છે, તો પછી શા માટે પૂર્ણ બજેટ ન આપ્યું તે સવાલ થાય તે સ્વભાવિક છે.પણ કોણ જાણે કેન્દ્ર સરકારે વચગાળાનું બજેટ આપ્યું તે જોઈને રાજ્ય સરકારે પણ વોટ ઑન એકાઉન્ટનો સહારો લીધો. વોટ એટલે મત… મત મેળવવા માટે રાજ્ય સરકારે અનેક રાહતો આપી છે. અને તે પણ એક રૂપિયાનો કરબોજ નાંખ્યા વગર. એપ્રિલ કે મેમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે અગાઉ ગુજરાત સરકારે એકપણ રૂપિયાનો કરબોજ નાંખ્યા વગરનું બજેટ આપ્યું, તે જોઈને આપણે ખુશ થઈ જઈએ કે હાશ નવો બોજો લાદ્યો નથી. તો તેની સાથે બીજો પ્રશ્ન એ પણ થાય કે ચૂંટણી સિવાયના વર્ષોમાં આવું કરબોજ વિનાનું બજેટ આવે તો કેવું રહે?કેન્દ્રના નાણાંપ્રધાન પીયૂષ ગોયલે ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરીને વાહવાહી લૂંટી લીધી છે, તેમ ગુજરાતના નાણાં પ્રધાન નિતીન પટેલ પણ પીયૂષ ગોયલના રસ્તે ચાલીને નાના અને મધ્યમવર્ગના લોકોને રાહતોની લ્હાણી કરી છે. નિતીનભાઈ બજેટ રજૂ કરતી વખતે ખૂબ ખુશ દેખાતા હતા અને વચ્ચે કહ્યું હતું કે શાંતિથી સાંભળો હજી તો ઘણું બધું આવે છે.કોંગ્રેસની સામે જોઈને કહ્યું કે સારી વાતોને વધાવો છો, તો આનંદ છે… જો કે કોંગ્રેસે આ બજેટની ટીકા કરી હતી.
સૌથી મહત્વની જાહેરાતો પર નજર કરીએ તોઃ
|
બજેટની અપેક્ષામાં ભાજપ સરકારનું બજેટ હોય અને સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ન આવે તો કંઇ નવું કહેવાય…
બજેટમાં વિકાસની વાતો…
ગુજરાત બજેટમાં વિકાસની વાત કરીએ તો નિતીન પટેલે મોટાભાગે નવી જાહેરાતોને ટાળી છે, તેમ છતાં તેમણે નવા ફલાયઓવર બાંધવાની જાહેરાત કરી દીધી છે.
|
ગુજરાતના બજેટ પ્રવચનમાં ઉડીને આંખે વળગે તેવી વાતઃ
- 2013થી 2017ના પાંચ વર્ષ દરમિયાન ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર 9.9 ટકા
- 2017-18માં ચાલુ ભાવે રાજ્યનું જીએસડીપી(એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન) રૂપિયા 13 લાખ 15 હજાર કરોડ, જે ગત વર્ષની સરખામણીએ 14 ટકા વધ્યું
- 2017-18માં રાજ્યની ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે 1,74,652 છે. જે આગલા વર્ષની તુલનાએ 12.6 ટકા વધારે છે
- વર્ષ 2017-18માં રાજ્યની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક કરતાં 54.8 ટકા વધારે છે
- નિકાસમાં ગુજરાત પ્રથમસ્થાને રહ્યું છે, દેશની કુલ નિકાસમાં વર્ષ 2015-16માં ગુજરાતનો હિસ્સો 19 ટકા હતો, તે 2017-18માં 22 ટકા થયો
- ગુજરાત કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8 ટકાના હિસ્સા સાથે મોખરે
સામાન્ય પ્રજાજનો તો એમ જ કહે છે કે દર વર્ષે ચૂંટણી આવવી જોઈએ. તો આવું કરબોજ વિનાનું અંદાજપત્ર આવે. જો કે ગુજરાતનું આજે રજૂ થયેલ વચગાળાનું બજેટ રાહતોની લ્હાણી સાથે સમતોલ બજેટ રજૂ કર્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે રાહતો આપી છે, તો હવે મતદારો ભાજપ પર રીઝશે કે નહીં તે તો સમય આવે જ ખબર પડશે. પણ હાલ તો રાજ્ય સરકારે લ્હાણી કરી છે, તેનો સીધો લાભ ગુજરાતની પ્રજા થશે.
અહેવાલઃ પારુલ રાવલ