ઓક્ટોબરના ત્રીજા પખવાડીયામાં જ્યારે જંગલ પ્રવાસન માટે ખુલે ત્યારે પ્રવાસી બહુ ઓછા હોય પણ અમારે તો એવું બન્યુ કે અમે જ સફારી પરમીટ બનાવડાવી પાર્કનો દરવાજો ખોલાવી અને સફારીમાં ગયા. સફારીમાં માત્ર 2 જ વાહન એક અમારી જીપ્સી અને એક કોઇ કાર વાળા પ્રવાસી.
ગ્રાસ લેન્ડ બાજુના ભાગમાં પ્રવેશ કર્યો અને લગભગ 10 મીનીટ જીપ્સી ચલાવી હશે તો ગાઇડને દુર ઘાસમાં બાયનોક્યુલર થી એક ઝરખ (સ્ટ્રીઇપડ હાયેના) દેખાયુ. ગાઇડ કહે એના મોઢામાં શિકાર હોય એવુ લાગે છે. અમે થોડા આગળ ગયા અને એક રોડ જંકશન થી ફોટો લઇ ઝુમ કર્યો અને ગાઇડ બોલ્યો “અરે આ તો ઝરખનું બચ્ચુ છે.
મોઢામાં, ઝરખ એની બોડ (Den) બદલે છે, નવી બોડ આગળ બાવળની કાટમાં છે. બચ્ચાને ત્યાં લઇ જાય છે. અમે થોડી રાહ જોઇ તેજ જગ્યા એ જશે.” થોડી વારમાં ઝરખ બચ્ચાને લઇને નજીક આવ્યુ અને આ યાદગાર ફોટો મળ્યો. જંગલ સફારીમાં જાણકાર ગાઇડ, ડ્રાઇવર કે નેચરાલીસ્ટ સારા સફારી સાઇટીંગમાં બહુ મોટો ભાગ ભજવે છે.