ગુજરાતમાં જંગલની વાત આવે તો બધાને ગીર કે સાસણગીર જ યાદ આવે. પણ એક “હીડન જેમ” જેવું “બ્લેકબક નેશનલ પાર્ક-વેળાવદર” હજી મોટાભાગના લોકોને ધ્યાનમા નથી. આ કારણે જ એને “હીડન જેમ” એવું કહ્યું.
અમદાવાદથી અઢી કલાક, વડોદરા,આણંદ અને નડીયાદથી 3 કલાક અને રાજકોટથી 4કલાકના અંતરે આવેલ એક માત્ર સવાના ગ્રાસ લેન્ડ વાળો નાનકડો નેશનલ પાર્ક એટલે “બ્લેકબક નેશનલ પાર્ક-વેળાવદર”.
જો કોઇને દિવસના સમયે ઝરખ કે હાયેના(Hyena) સરળતાથી જોવુ હોય તો અહીં આવવુ જ પડે અને 2-4 સફારી કરો અને ભાગ્ય હોય તો મળી જાય. ટીવીમાં ડીસ્કવરી કે નેટજીઓની વિવિધ ચેનલમાં બધાએ આફ્રીકાના હાયેના(Hyena) વિશે ઘણું બધુ જાણ્યુ હોય છે, એટલે હાયેના(Hyena)ની એક ચોક્કસ છબી બધાના મનમાં હોય છે, પણ એ સ્પોટેડ હાયેના(Hyena) છે અને ભારતમાં છે તે સ્ટ્રાઇપડ હાયેના(Hyena) છે.
બન્ને મુળ “સ્કેવેન્જર” જંગલની સફાઇના એર્સપર્ટ, પણ બન્ને માં બહુ ફર્ક છે, સ્પોટેડ હાયેના (Hyena) ગ્રુપમાં રહે જ્યારે સ્ટ્રાઇપડ હાયેના (Hyena) પેરમાં (બે) રહે છે. આવી તો અનેક અલગતા અને વિશેષતા છે બન્ને હાયેના(Hyena) માં જોવા મળે છે. થોડા વર્ષ પહેલા પરિવાર સાથે “બ્લેકબક નેશનલ પાર્ક-વેલાવદર” માં સફારી કરતા બ્લેકબકના અડધા શરીર વાળા શિકાર સાથે સ્ટ્રાઇપડ હાયેના (Hyena)નો આ ફોટો મળ્યો.
(શ્રીનાથ શાહ)