બૉલિવૂડ પાર્ટીઓ વિશે સોનુ સુદે કર્યો આવો ખુલાસો

મુંબઈ: આ દિવસોમાં અભિનેતા સોનુ સૂદ તેની ફિલ્મ ‘ફતેહ’નું પ્રમોશન કરી રહ્યા છે. મેશેબલ ઈન્ડિયાને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં સોનુ સૂદે બોલિવૂડની પાર્ટીઓ વિશે કેટલીક વાતચીત કરી હતી. આ પાર્ટીઓ વિશે સોનુ સૂદે શું કહ્યુ?

મને પાર્ટીઓ પાસેથી કામ મળતું નથી

ઈન્ટરવ્યુમાં સોનુ સૂદને પૂછવામાં આવ્યું કે તે બોલિવૂડની પાર્ટીઓ વિશે શું વિચારે છે. તેના પર અભિનેતા કહે છે કે,’હું કેમેરાની સામે પ્રયત્નો કરું છું, હું કોઈના ઘરે કે પાર્ટીમાં જઈને શું કામ એફર્ટ કરીશ.પાર્ટી કરવાથી કરિયર નથી બનતું. બની શકે કે બોલિવૂડની પાર્ટીમાં હાજરી આપવાથી કોઈનું કરિયર બન્યું હોય. જોકે, હું ડ્રિંક નથી કરતો, હું સ્મોકિંગ પણ કરતો નથી માટે હું પાર્ટીઓમાં જતો નથી. હું આ પાર્ટીઓમાં ખુદને ખોવાયેલો અનુભવું છું.’

ઈન્ટરવ્યુમાં સોનુ આગળ કહે છે, ‘હું એવી વ્યક્તિ હોવાનો ડોળ કરી શકતો નથી જે હું નથી. મને બોલિવૂડની ઘણી પાર્ટીઓ નકલી લાગે છે. આ પાર્ટીઓમાં ઘણા લોકો કેમેરા કરતાં વધુ સારી એક્ટિંગ કરે છે. બની શકે કે આમ કરવા બદલ તેમને કોઈ રિવોર્ડ મળતું હોય.

ફતેહ બાદ સાઉથમાં સક્રિય થશે

બોલિવૂડ સિવાય સોનુ સૂદે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, તે ત્યાંનું મોટું નામ છે. સોનુ સૂદે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સાઉથમાં કેટલાક ચાહકોએ તેનું મંદિર બનાવ્યું છે. સાઉથના દર્શકો સોનુ સૂદને તેમના પરિવારના સભ્યની જેમ માને છે. સોનુ સૂદ ભવિષ્યમાં પણ સાઉથની ફિલ્મોમાં કામ કરવા ઈચ્છે છે. અત્યારે તે પોતાનું સંપૂર્ણ ફોકસ ફિલ્મ ‘ફતેહ’ પર રાખવા માંગે છે. ફિલ્મમાં તેની સાથે હિરોઈન તરીકે જેકલીન ફર્નાન્ડિસ છે. ફિલ્મ ‘ફતેહ’માં જેકલીનના સિમ્પલ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.