મુંબઈઃ બજારના પાર્ટિસિપન્ટનાં મંતવ્યો અને તેમની માગને આધારે એક્સચેન્જમાં સતત કો-લોકેશન સુવિધામાં ઉપલબ્ધ રેકની ક્ષમતાને ધ્યાનમાં રાખતાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSEIL) તબક્કાવાર એનું વિસ્તરણ કરી રહ્યું છે. એક્સચેન્જે આ વર્ષની ત્રીજી જાન્યુઆરીએ લોન્ચ કરેલા કો-લોકેશનના 11 અને 12 તબક્કામાં વિવિધ વેરિયન્ટની 200થી વધુ ફુલ રેક ઈક્વિલન્ટ (FRE) ક્ષમતાનો પ્રારંભ કર્યો હતો અને રિલીઝ કરી હતી.
હાલમાં દાખલ કરવામાં આવેલા નવા 11 અને 12 તબક્કાની સાથે હવે એક્સચેન્જમાં 1200થી વધુ FRE ધમતાની સંયુક્ત ક્ષમતાની સાથ વિશ્વની સૌથી મોટી સુવિધા બજારના પાર્ટિસિપન્ટ્સને ઉપલબ્ધ થશે.
હાલમાં 200થી વધુ સભ્યોએ એક્સચેન્જની કો-લોકેશનની સુવિધામાં રેકની મેમ્બરશિપ લીધી છે અને 100થી વધુ સભ્યોએ એક્સચેન્જ દ્વારા અપાતી કો-લોકેશન એઝ એ સર્વિસ (CAAS) મોડલ તરીકે કો-લોકેશનના માધ્યમથી સભ્યપદ લીધાં છે.
ભારતીય નાણાકીય બજારોમાં ડેવલપમેન્ટ અને બજાર સહભાગિતાઓની માગને ધ્યાનમાં રાખતાં એક્સચેન્જ હાલની ક્ષમતામાં વિસ્તરણ કરવાનું જારી રાખશે અને આગામી નાણાકીય વર્ષ (2025-26)ના પહેલાં ત્રિમાસિકના અંત સુધી 300થી વધુ FREની ક્ષમતા ઉમેરવાની યોજના બનાવી છે. એક્સચેન્જ પ્લાઝા, BKC સાઇટ પર 2025-26 સુધીમાં એક્સચેન્જની કુલ ક્ષમતા આગામી ત્રણ મહિનામાં 1500 FRE સુધી લઈ જવાની છે. આ સિવાય એક્સચેન્જે આગામી બે વર્ષોમાં તબક્કાવાર જરૂરીરિયાતને આધારે આશરે 2000 FRE ક્ષમતા ઉમેરવાની યોજના બનાવી છે. આ FREની ક્ષમતાને ઉમેરવા માટે હાલના એક્સચેન્જના પ્રીમાઇસિસ, BKCમાં ડેટા સેન્ટર અને અન્ય કર્મચારીઓ- વિભાગોને વૈકલ્પિક સુવિધાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે.