દર્દીના કારણે ડૉક્ટરને થયું કેન્સર! જાણો મેડિકલ જગતને ચોંકાવનારા કિસ્સાનો શું છે મામલો

મેડિકલ વિજ્ઞાન ખુબ આગળ વધી રહ્યું. અહીં તમને મોટામાં મોટી અને ગંભિર બિમારીના ઈલાજ મળી રહે છે. ગંભિર બિમારીઓના સમાધાન સાથે ઘણી વખત ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જ્યાં એક ડોક્ટરને ઓપરેશન દરમિયાન દર્દીથી કેન્સર થઈ ગયું. આ પ્રકારની ઘટના વિશ્વમાં પહેલી વખત થઈ છે. જેણે મેડિકલ કમ્યુનિટીને ચોંકાવી દીધી છે. આ મામલો જર્મનીનો છે, જ્યાં એક 53 વર્ષીય સર્જને એક 32 વર્ષીય દર્દીના પેટથી દુર્લભ પ્રકારના કેન્સરની ગાંઠ કાઢવા માટે ઓપરેશન કર્યું.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઓપરેશન દરમિયાન ડોક્ટરનો હાથ કપાઈ ગયો પરંતુ તાત્કાલિક તેને ડિસઈફેક્ટ કરીને બેન્ડેજ કરી દેવાયો હતો. આ ઘટનાના પાંચ મહિના બાદ ડોક્ટરે જોયું કે, જ્યા હાથ કપાઈ ગયો હતો ત્યાં એક નાની ગાંઠ થઈ છે. જેની તપાસ કરવા પર જાણ થઈ કે આ ગાંઠ એક ઘાતક ટ્યૂમરની હતી. અત્રે ઉલ્લેખનીય છે આ તે જ પ્રકારનું કેન્સર હતું જે દર્દીના શરીરમાં હતું. વિશેષજ્ઞોએ તપાસ બાદ પુષ્ટિ કરી કે આ ટ્યૂમર દર્દીના કેન્સરથી જોડાયેલા ટ્યૂમર સેલ્સના કારણે થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મેડિકલ રિપોર્ટ અનુસાર ઓપરેશન દરમિયાન દર્દીના ટ્યૂમરના સેલ્સ ડોક્ટરના કપાયેલા હાથ દ્વારા તેમના શરીરમાં પહોંચી ગયા. સામાન્ય રીતે જ્યારે કોઈ શરીરમાં બહારના ટિશૂ કે સેલ્સ પ્રવેશ કરે છે તો શરીરની ઈમ્યૂનિટી તેને નષ્ટ કરી દે છે પરંતુ આ મામલે ડોક્ટરના શરીરની ઈમ્યૂનિટી ટ્યૂમર સેલ્સને નષ્ટ કરવામાં નિષ્ફળ થઈ ગઈ હતી. આ પ્રકારનો મામલો પહેલી વખત 1996માં સામે આવ્યો હતો અને તેને તાજેતરમાં જ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ દુર્લભ પ્રકારના કેન્સરને મેડિકલ ભાષામાં મેલિગ્નેન્ટ ફાયબ્રસ હિસ્ટિયોસાઈટોમા કહેવામાં આવે છે. જે સોફ્ટ ટિશૂમાં વિકસિત થાય છે. મેડિકલ વિશેષજ્ઞો અનુસાર આવો મામલો ખૂબ જ દુર્ભલ છે અને તેની શક્યતા ના બરાબર હોય છે. સામાન્ય રીતે ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ઈમ્યૂનિટી બહારના સેલ્સનો સ્વીકાર કરતી નથી પરંતુ આ મામલે ડોક્ટરની ઈમ્યૂનિટી કમજોર સાબિત થઈ. ડોક્ટરની ટ્યૂમર સફળતાપૂર્વક હટાવી દેવાઈ અને બે વર્ષ બાદ પણ તેમના શરીરમાં કેન્સર બીજી વખત પાછું ફર્યું નહીં. આ મામલો મેડિકલ જગતમાં કેન્સર સંબંધિત રિસર્ચ માટે એક નવો વિષય બની ગયો છે.