જોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી
જોકોવિચ હવે ઓપન યુગ ઈતિહાસમાં દુનિયાનો પહેલો એવો ખેલાડી બન્યો છે જેણે ચારેય ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા બબ્બે વાર જીતી છે.ફ્રેન્ચ ઓપન-2021માં મહિલાઓની ડબલ્સની ટ્રોફી ચેક પ્રજાસત્તાકની બાર્બોરા ક્રેજસિકોવા અને કેટરિના સિનિયાકોવાએ જીતી છે. તેમણે ફાઈનલ મેચમાં અમેરિકાની બીથેની મેટેક-સેન્ડ્સ અને પોલેન્ડની ઈગા સ્વાટેકની જોડીને 6-4, 6-2થી પરાજય આપ્યો હતો. આ મેચ એક કલાક અને 14 મિનિટ સુધી ચાલી હતી.બાર્બોરા ક્રેજસિકોવાએ આ જ સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સની ટ્રોફી પણ જીતી છે. ગયા શનિવારે રમાઈ ગયેલી ફાઈનલમાં બિનક્રમાંકિત બાર્બોરાએ રશિયાની 31મી સીડેડ એનેસ્તાસિયા પાવલૂચેન્કોવાને 6-1, 2-6, 6-4થી પરાજય આપ્યો હતો. છેલ્લે 1981માં, ચેક પ્રજાસત્તાકની હાના માંડલીકોવાએ ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સ વિજેતાપદ જીત્યું હતું.બાર્બોરા અને કેટરીનાએ આ સાથે તેમણે જીતેલાં ગ્રાન્ડસ્લેમ મહિલા ડબલ્સ ટ્રોફીઓની સંખ્યા 3 પર પહોંચાડી છે. 2018માં તેમણે ફ્રેન્ચ ઓપન તથા એ જ વર્ષમાં વિમ્બલડનમાં પણ ટ્રોફી જીતી હતી.