ચાંગા: ચારુસેટ કેમ્પસ માટે રૂ. એક કરોડનું માતબર દાન આપનાર મૂળ પાળજના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા જિગરભાઈ અશોક્ભાઈ પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 25 જાન્યુઆરીએ ગુરૂવારે ચારુસેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં દાતા પરિવારના હસ્તે સ્વ. ડાહ્યાભાઈ ફુલાભાઈ પટેલ અને સ્વ. ઈશ્વરભાઈ ફુલાભાઈ પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટલ કેરનું નામાભિધાન અને દીપ પ્રાગટ્ય સાથે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમારંભના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, અગ્રણી દાતા મનુભાઈ પી. ડી. પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબહેન પટેલ, ખજાનચી ગિરીશભાઈ સી. પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, દિલીપભાઈ પટેલ, વી. એમ. પટેલ, જશભાઈ પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ, હોદેદારો, ચારુસેટની વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો, ડીન, વિભાગોના વડાઓ, ફેકલ્ટી અને ચારુસેટ હોસ્પિટલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.