કેન્દ્રની સિનેમા-હોલ, સ્વિમિંગ-પૂલ માટે કોરોનાની નવી માર્ગદર્શિકા
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સામે રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ રસીકરણ છતાં કેન્દ્ર સરકારે દેશવાસીઓને સતત અરજ કરતી રહે છે કે કોઈ પણ પ્રકારે બેદરકારી ના દાખવવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ-19થી જોડાયેલી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ ગાઇડલાઇન્સમાં જૂના નિયમોમાં થોડી રાહત આપી છે.
આ દિશા-નિર્દેશ એક ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2021 સુધી અમલમાં રહેશે.
આ માર્ગદર્શિકા નીચે મુજબ છે.
માસ્ક, સ્વચ્છતા અને બે ગજની દૂરી રાખવી જરૂરી.
હવે સિનેમાઘરો 50 ટકા વધુ ક્ષમતાની સાથે ખોલી શકાશે.
થિયેટરો માટે માહિતી પ્રસારણ મંત્રાલય ટૂંક સમયમાં નવી એસઓપી જારી કરશે.
સ્વિમિંગ પૂલો બધા માટે ખોલવામાં આવશે.
નવી માર્ગદર્શિકા માટે આવ-જા પર છૂટૉ આપવામાં આવી છે. આંતરરાજ્ય આવાગમનની છૂટ છે.
કન્ટેનમેન્ટ ઝોન સિવય સામાજિક, ધાર્મિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક સમારોહની મંજૂરી આપવામાં આવી છે. જોકે આ માટે સંબંધિત એસઓપીની મંજૂરી લેવી આવશ્યક છે.
પેસેન્જર ટ્રેન, સ્કૂલ, હોટેલ, અને રેસ્ટોરન્ટ જેવી અનેક મૂવમેન્ટ માટે અગાઉથી Sops જારી કરવામાં આવી છે. તેનું કડકાઈથી પાલન કરવાનું રહેશે.
65 વર્ષથી વધુના લોકો, અન્ય બીમારીગ્રસ્ત લોકો ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષની નાનાં બાળકોએ વિશેષ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય સેતુ એપનો ઉપયોગ પર ખાસ વિશેષ ભાર આપવામાં આવ્યો છે.