નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન -પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત ત્રીજા દિવસે 28,000થી વધુ કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 29,429 નવા કેસ સામે આવ્યા છે અને 582 લોકોનાં મોત થયાં છે. આ એક દિવસમાં દેશમાં કોરોના સંક્રમિતોનો સૌથી વધુ આંકડો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 9,36,181 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 23,727 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 5,92,031 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,19,840એ પહોંચી છે. રિકવરી રેટ 63.23 ટકાથી વધુ થયો છે.
દેશમાં 14 જુલાઈ સુધી 1,24,12,664 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ગઈ કાલે 3,20,161 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.
વિશ્વમાં કોરોનાથી 5,78,562 મોત
વિશ્વમાં અત્યાર સુધી 1,33,19,582 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. વિશ્વમાં અત્યાર સુધી આ રોગચાળાથી 5,78,562 લોકોનાં મોત થયાં છે. જોકે હાલ અત્યારે 53,45,963 લોકોના સક્રિય કેસ છે. જોકે અત્યાર સુધી 73,95,056 લોકોએ આ બીમારીમાંથી ઠીક થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.