નવી દિલ્હીઃ તામિલનાડુને કાવેરી નદીનું પાણી છોડવાના સરકારના પગલાની વિરુદ્ધ કર્ણાટકના માંડ્યામાં ખેડૂતો અને વિવિધ કન્નડ સમર્થક સંગઠનોએ ન્યાયની માગને કરતાં સંજય સર્કલ પર ધરણાં કરી રહ્યા છે. આ મુદ્દે બેંગલુરુની એક ખાનગી હોટેલમાં વિવિધ સંગઠનોની સાથે બેઠક પછી ભૂતપૂર્વ વિધાનસભ્ય વટલ નાગરાજે કાવેરી મુદ્દે 29 સપ્ટેમ્બરે કર્ણાટક બંધની ઘોષણા કરી છે.
બીજી બાજુ, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવેગૌવડાએ વડા પ્રધાન મોદી પાસે જળશક્તિ મંત્રાલયને કાવેરીનાં બધાં જળાશયોનો અભ્યાસ કરવા માટે વિવાદમાં સામેલ રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે સ્વતંત્ર એક એજન્સી નિયુક્ત કરવાના નિર્દેશ માટે અરજ કરી છે. આવી સંકટપૂર્ણ સ્થિતિમાં બધાં સંબંધિત રાજ્ય પર લાગુ થતી એક યોગ્ય સંકટ ફોર્મ્યુલાની જરૂર તેમણે ભાર મૂક્યો હતો.
VIDEO | "I hope and trust PM Modi that he will take action and see that further damage does not take place as far as Karnataka is concerned," says JD(S) chief HD Deve Gowda over his letter to PM Modi on Cauvery water dispute. pic.twitter.com/poXO4voRj0
— Press Trust of India (@PTI_News) September 25, 2023
આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની નિષ્ફળતાને કારણે કર્ણટકમાં કાવેરી બેસિનનાં ચાર જળાશયોમાં અપર્યાપ્ત જળ ભંડાર છે. રાજ્યમાં સિંચાઈની વાત તો દૂર, પણ પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવી એ બહુ મુશ્કેલભર્યું છે, એમ તેમણે કહ્યું હતું.
જનતા દળ (s) સુપ્રીમોએ વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે કર્ણાટક જળાશયોથી તામિલનાડુ માટે કાવેરી જળ છોડવાને મામલે કર્ણાટક અને તામિલનાડુની વચ્ચે ચાલી રહેલા વિવાદો અને મતભેદોને હલ કરવાના મુદ્દાને ધ્યાન આપવું જરૂરી છે.